સતત ઓડકાર આવતા હોય તો કરો આ 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે. ક્યારેક વધારે જમી લેવાથી પણ ઓડકાર આવ્યા કરે છે. જમતી વખતે મોં ખુલ્લુ રાખીને ખોરાકને ચાવવાની ક્રિયા કરવાથી ચાવેલો ખોરાક ગળા નીચે ઊતારતી વખતે જાણે અજાણે હવા પણ પેટમાં જાય છે. જેના કારણે પણ ઘણીવાર ઓડકાર આવવાની સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ આ સમસ્યા માટેના બેસ્ટ ઉપચાર.

ઓડકારની સમસ્યા દૂર કરવાના ઉપાય

ભોજન કરતાં પહેલાં આદુનું પાઉડર, મિશ્રણ કે એક નાનો કટકો ચાવવાથી ઓડકારની સમસ્યાથી છૂટકારો મળે છે. જો તમે આદુનો તીખો સ્વાદ સહન ન થતો હોય તો તમે આદુ અને મધની ચા બનાવીને પણ પી શકો છો. જેના માટે ઉકળતાં પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબુંનો રસ અને છેલ્લે નવશેકું રહે એટલે મધ સ્વાદ મુજબ મિક્સ કરવું. આ રીતે લેવાથી પેટમાં ભરાયેલો ગેસ દૂર થશે અને તેના લીધે આવતા ઓડકારમાં પણ ઝડપથી આરામ મળશે.

એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનું રસ અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે.

પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.

ભોજનમાં એક વાટકી દહીં ખાવું એ સામાન્ય અને પ્રાચીન ભારતીય પરંપરા છે. એનું કારણ એ છે કે દહીં પાચનશક્તિને વધારે છે. તેમાં રહેલાં સારાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે, જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો. રેગ્યુલર ડાયટમાં દહીં કે છાશ સામેલ કરવાથી ઓડકારની સમસ્યામાં રાહત મળે છે.

વરિયાળી અને અજમો સરળતાથી મળી રહે છે અને સસ્તાં પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટાં ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્સ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે. ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો