IITના હોશિયાર વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા બે પેજની સુસાઇડ નોટમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

ઈન્દોરના લસૂડિયા સ્ટેશન વિસ્તારમાં રહેતા IIT ખડગપુરના (IIT Kharagpur) એક હોશિયાર વિદ્યાર્થી સાર્થક વિજયવતે આત્મહત્યા (Suicide)કરી લીધી છે. વિદ્યાર્થીના પિતા એનવીડીએ (નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી)માં એડિશનલ ડાયરેક્ટર છે. વિદ્યાર્થીએ બે પેજની સુસાઇડ નોટ (Suicide Note)પણ લખી જેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે. સાર્થક આઈઆઈટી ખડગપુરમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. તેણે પોતાના ઘરની બાલ્કનીમાં ગળે ફાંસો ખાધો હતો. અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટમાં અંતમાં તેણે I QUIT લખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લસૂડિયા પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી કે નર્મદા કોલોનીમાં રહેનાર એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે મૃતક એનવીડીએમાં પદસ્થ એડિશનલ ડાયરેક્ટર બ્રુજેશ વિજયવતનો પુત્ર સાર્થક છે. તે ભણવામાં ઘણો હોશિયાર હતો. તેણે આ પગલું કેમ ભર્યું તે પરિવારજનો પણ સમજી શક્યા ન હતા. પોલીસે ઘરમાં તપાસ કરી તો એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સાર્થકે ઘણી વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે તે ઘણો થાકી ગયો છે. કેટલીક બાબતોથી ઘણો પરેશાન હતો. તેણે જે વિચાર સાથે આઈઆઇટીમાં પ્રવેશ લીધો હતો તે પુરો થઇ શક્યો ન હતો. આ સાથે પારિવારિક સંવાદહીનતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સાર્થકે સુસાઇડ નોટમાં લખ્યું કે સોરી! જે આશા સાથે JEEની તૈયારી કરી હતી તેના તૂટવા પર બધું બગડતું ગયું છે. વિચાર કર્યો હતો કે કેમ્પસ જઈશ એન્જોય કરીશ. ક્યાં આ ઓનલાઇન એસાઇનમેન્ટમાં ફસાઇ ગયો. કદાચ ટાળી શકાયું હોત. ઘણા લોકો પાસે તક હતી પણ કશું ના કર્યું. ફેમિલી પણ શાનદાર છે. પિતા જિદ્દી, માતા મજબૂત, વાત્યસલ્યા માસૂમ. સંભાળું તો કોને-કોને. પપ્પા તમારે અમારી બધાની સાથે થોડો વધારે ટાઇમ સ્પેન્ડ કરવાનો હતો. વાત કરવી જોઈતી હતી. જેટલી વાત પોતાના ભાઈ બહેનો સાથે કરતા તેનાથી અડધી પણ વાત અમારી સાથે કરી હોત તો ચાલી જાત. મા સમજી રહ્યો છું કે તમે એકલા રહી જશો પણ હવે વધારે સહન થતું નથી.

સૌથી અંતમાં લખ્યું કે મને હતું કહેવાનું તો લખી દીધું (આઈ ક્વિટ). શરૂઆતની તપાસમાં એ વાત સાબિત થઇ છે કે મૃતક કેટલાક સમયથી તણાવમાં હતો. તેનું પરિણામ છે કે તેણે પોતાની કારકિર્દી અને પરિવાર સાથે જોડાયેલી વાતોનો ઉલ્લેખ કર્યો. કોલેજ ના ખુલવાના કારણે પણ તે તણાવમાં હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો