જામનગર: યુગલે કર્યા અનોખી રીતે લગ્ન, રાષ્ટ્રગીત ગાઇને માંડ્યાં પ્રભુતામાં પગલા

આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઇને તેમની લગ્નવિધિ સંપૂણ કરી હતી. અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે આજે જામનગરમાં એક યુગલે પોતાના નવી જિંદગીની શરુઆત કરતા પહેલા જ રાષ્ટ્રગીત ગાઇને પ્રભુતામાં પગલાં માંડ્યા છે.

તમને જોઈને નવાઈ લાગશે કે આ શું વરરાજનાં હાથમાં તલવારની જગ્યાએ રાષ્ટ્રધ્વજ? પણ આ વાત સાચી છે. આજે સમગ્ર દેશમાં 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગરનાં આ યુગલે અનોખી રીતે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી છે. જામનગરમાં આજે 26મી જાન્યુઆરીનાં દિવસે હરેશ સતિષભાઈ વસાણી નામનાં વરરાજા સવારે લગ્ન કરવા જાન લઇને નીકળ્યા અને કન્યા ખુશ્બૂ ભરતકુમાર ઓધવાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

ત્યારે વરરાજાનાં મોટાભાઈ અતુલ ભાઈને વિચાર આવ્યો કે આપણી નૈતિક ફરજ આપણે કેમ ભૂલી જઇએ, ત્યારે વરપક્ષ અને કન્યાપક્ષે સાથે રહી લગ્ન પહેલા સમૂહ રાષ્ટ્રગીત ગાન કરીને હરેશભાઇને લગ્નવિધિથી પ્રભુતામાં પગલાં ભરાવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો