તોડબાજ PI જે કે રાઠોડનો રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો, માહિલા પીડિતાએ PI પર લગાવ્યા આરોપ

PSI શ્વેતા જાડેજાએ તોડ કર્યો હતો. તેની જેમ જ નરોડાના PI જે કે રાઠોડે પણ રૂા. 40 લાખનો તોડ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં વધુ એક રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો છે.

તોડબાજ PI જે કે રાઠોડનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે માહિલા પીડિતાએ PI જે કે રાઠોડ પર આરોપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પતિ સામેની ફરિયાદમાં PI રાઠોડ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેણે પીડિતાના પતિ પાસે પૈસા લઇ તપાસ ન કરી હોવાનો પણ પરીણિતાનો આક્ષેપ છે. 1 કરોડમાં સેટલમેન્ટ કરીને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ મૂકાયો છે.

પ્રણવ પટેલ રાજકમલ બિલ઼્ડર તરીકે જાણીતુ નામ

જાણીતા બિલ્ડર પ્રણવ પટેલ સામે પત્નીએ ફરીયાદ નોંધાવી હતી. મહિલા ક્રાઇમ બ્રાંચમાં નોધાવી હતી. પ્રણવ પટેલ અને સાસરિયાઓ પરીણિતાનુ 4 વખત ઓબોશન કરાવ્યુ હોવાનો આરોપ હતો જ્યારે પ્રણવ પટેલ પર જેઠાણી સાથે આડા સંબધ હોવાનો પણ પરીણિતા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો ગચો. પરણીતાએ આ મામલે PI જે કે રાઠોડ પર આક્ષેપ કર્યો છે કે, રાજકીય અને રૂપિયાના દમ પર PIએ કાર્યવાહી નથી કરી. ગર્ભપાત અંગેની ફરીયાદ ન નોધી હોવાનો પરિણાતા આક્ષેપ કર્યો છે. મહિલા દ્વારા આ મામલે અનેક વખતની રજૂઆત બાદ પણ તેને ન્યાય ન મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ પટેલ રાજકમલ બિલ઼્ડર તરીકે જાણીતુ નામ ધરાવે છે.

અગાઉ 40 લાખની લાંચ લીધી હોવાનો આરોપ

મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્વેતા જાડેજાના ૩૫ લાખ રૂપિયાના તોડકાંડ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડનો ૪૦ લાખ રૂપિયાનો તોડકાંડ સામે આવતાં વધુ એક વખત પોલીસની છાપ ખરડાઇ છે. બળાત્કારના આરોપી એવા બિલ્ડર સુનીલ ભંડેરી પાસેથી ૪૦ લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ થતાં એસીપીએ પીઆઇ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી છે. જો કે બિલ્ડરની ધરપકડ થતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં કરાઇ ધરપકડ

સુનીલની હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી, આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં ૧૧ ઓકટોબરના રોજ સુનીલ અને મહિલા ઘરે એકલાં હતાં. આ સમયે ઝઘડો થતાં મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુનીલ ભંડેરી વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગઇ કાલે તેની ધરપકડ કરી હતી. ધરપકડ થતાં તેનો કોરોના રિપોર્ટ કરાવામાં આવ્યો હતો. જ્યાં તેને પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સુનીલ ભંડેરીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ તે ભેદી રીતે પોલીસના સંકજામાંથી નાસી છુટ્યો છે.

સુનીલ ભંડેરી PI પર રૂપિયા લેવાનો લગાવ્યો આરોપ

ઝોન ૪ના ડીસીપી રાજેશ ગડિયાએ જણાવ્યું છે કે સુનીલ ભંડેરી હોસ્પિટલમાંથી નાસી ગયો છે. જેને પકડવા માટે તપાસ ચાલી રહી છે, ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે.રાઠોડ વિરુદ્ધમાં પણ તપાસ જી ડિવિઝનના એસીપી એ.એમ.દેસાઇને સોંપાઇ છે. સેક્ટર ૨ના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું છે કે આરોપી સુનીલ ભંડેરીએ અરજી કરી હતી કે બળાત્કારના કેસમાં પીઆઇ જે.કે.રાઠોડે ૪૦ લાખ રૂપિયા લીધા છે. સુનીલ ભંડેરીની અરજી પર તપાસ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો