ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર 250 રૂ.માં મજૂરી કરવા મજબૂર, ગુજરાત સરકાર પાસે નોકરીની માંગીણી કરી પણ…

ટોકિયો ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહી છે. આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઘણી કંપનીઓ પણ મોટા કરારો કરવાની તૈયારી દાખવી રહી છે. આ ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પણ ઘણાં એવા ખેલાડીઓ પણ છે જેમણે ભારતનું રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રી સ્તરે માન વધાર્યું છે. પણ આજની તારીખમાં આવા ખેલાડીઓ ગુમનામીમાં છે. તેઓ કોઇપણ રીતે પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે. આવા જ એક ક્રિકેટ ખેલાડીની દુઃખદ સ્ટોરી છે. જેણે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. પણ આજે આ ખેલાડી મજૂરી કરી આજીવિકા રળી રહ્યો છે.

2018માં બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ રહેલા નરેશ તુમદાની આ કહાની છે. નવસારીના આ નેત્રહીન ક્રિકેટર નરેશ તુમદા વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો હતા. જેણે માર્ચમાં શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાન દ્વારા 308 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ભારતીય નેત્રહીન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

મુખ્યમંત્રી રૂપાણી પાસે નોકરીની માગણી કરી, પણ…
નરેશ તુમદા આજની તારીખમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. નવસારીમાં નરેશ તુમદા આજીવિકા કમાવવા માટે મજૂરીનું કામ કરે છે. તેમણે કહ્યું કે, હું રોજના 250 રૂપિયા કમાઇ લેવ છું. ત્રણવાર મુખ્યમંત્રીને આગ્રહ કર્યો છે પણ જવાબ મળ્યો નથી. હું સરકારને મને નોકરી આપવા માટે વિનંતી કરું છું. જેથી હું મારા પરિવારની દેખરેખ કરી શકું.

નરેશ તુમદાનું કહેવું છે કે, તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી નોકરી માટે આગ્રહ કરી ચૂક્યા છે. પણ કોઇ ફાયદો થયો નથી. નરેશ તુમદા આજની તારીખમાં મજૂરી કામ કરી પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે.

આ કહાની લોકોની સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમના મતે ભારતમાં ક્રિકેટના ખેલાડીઓને ખાસ્સા એવા રૂપિયા આપવામાં આવે છે જ્યારે અન્ય રમતોના ખેલાડીઓની ઉપેક્ષા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો