ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: નરાધમોએ બળાત્કાર બાદ કહ્યું- કોઈને નહીં જણાવ તો ખાવાનું, એક કિલો ઘી અને 500 રૂપિયા આપીશું

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને ધોળેદિવસે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરનારા બંને યુવકોને પોલીસે બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઘટના બાદ પીડિતા પોલીસની પાસે પહોંચી હતી. ત્યારે તેની પાસે એમ્બ્યુલન્સનો નંબર ન હતો, જેમાં તેની સાથે ગેંગરેપ થયો. તે એસએમએસ હોસ્પિટલની પોલીસ ચોકીએ પહોંચી હતી.

તેને ત્યાં ઉભેલી એક વાનને જોઈને ચોકી પ્રભારી એએસઆઈ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે સુરેન્દ્ર અને મહેન્દ્રની પાસે આવી જ એમ્બ્યુલન્સ હતી. સીટ પર લાલ રંગની શેતરંજી પાથરવામાં આવી હતી અને સ્પીકર પણ લાગેલા હતા.

એમ્બ્યુલન્સની થઈ ઓળખ
પોલીસ પીડિતાને લઈને એસએમએસ મેડિકલ કોલેજની સામે પહોંચી. જ્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ પર એક-એક ગાડીને જોવામાં આવી. મહિલા સુરેન્દ્ર યોગીની એમ્બ્યુલન્સને ઓળખી ગઈ. ત્યાં આસપાસ હાજર અન્ય ડ્રાઈવરોથી જાણ થઈ કે સુરેન્દ્ર ઘણાં કલાકથી ગાયબ છે. ત્યારે મોબાઈલ નંબર અને રજિસ્ટ્રેશનના આધારે ડ્રાઈવર સુરેન્દ્ર યોગીની તલાશ કરી ઘટનામાં સામેલ મહેન્દ્ર મીણા ઉર્ફે ગોટ્યાને પોલીસે બુધવારે દબોચી લીધો. સુરેન્દ્ર યોગી ભરતપુર જિલ્લાના ભુસાવરનો રહેવાસી છે. બીજો આરોપી મહેન્દ્ર મીણા દૌસા જિલ્લામાં કાલાખોહમાં રહે છે. આ બંને જ જયપુરમા ંએમ્બ્યુલન્સ ચલાવે છે.

24 મેની ઘટના
ડીસીપી અભિજીત સિંહ મુજબ, 22 વર્ષની ગર્ભવતી મહિલા પોતાના પતિની સાથે એસએમએસ હોસ્પિટલની બહાર ફુટપાથ પર રહે છે. તે 24 મેની સવારે 11 વાગ્યે ખાવાનું લેવા નીકળી હતી. ત્યારે સુરેન્દ્ર યોગી તેને ખાવાનું ખવડાવવાને બહાને પોતાની સાથે એમ્બ્યુલન્સમાં લઈ ગયો હતો. રસ્તામાં ત્રિમૂર્તિ સર્કલની પાસે સુરેન્દ્રએ પોતાના દોસ્ત મહેન્દ્ર મીણાને પણ બેસાડી લીધો.

જે બાદ ગાંધી સર્કલથી ઝાલના જતા રોડ પર બંને યુવકોએ એમ્બ્યુલન્સમાં જ મહિલા સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું. જે બાદ ફરી તેને એસએમએસ હોસ્પિટલ લાવીને છોડી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા.

ચુપ રહેવા માટે લાલચ આપી
ઘટના પછી મહેન્દ્ર અને સુરેન્દ્રએ મહિલાને ચુપ રહેવા માટે મદદ કરવાની લાલચ આપી. આરોપીઓએ કહ્યું કે દુષ્કર્મની વાત કોઈને નહીં જણાવ તો તને જમવાનું, એક કિલો દેસી ઘી અને 500 રૂપિયા રોડા આપીશું. મહિલા લાલચમાં ન આવી. તે સીધી જ પોલીસ ચોકી પહોંચી અને એએસઆઈ રાજેન્દ્રને આપવિતિ જણાવી.

ત્યારે મામલો ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચ્યો. ગેંગરેપ અને એસટી-એસસી એક્ટમાં કેસ દાખલ કરીને ગાંધીનગરના એસીપી રાજવીર સિંહ ચૌધરીને સોંપવામાં આવ્યો.

ખાવાનું આપવાનું બહાનું કરીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા નરાધમો
22 વર્ષની મહિલા સવારે ખાવાનું શોધવા માટે નીકળી હતી. મહિલા પતિની સાથે એસએમએસ હોસ્પિટલની સામે ફુટપાથ પર રહે છે. તેને સુરેન્દ્ર યોગી મળ્યો અને ખાવાનું ખવાડાવવાના બહાને એમ્બ્યુલન્સમાં બેસાડીને લઈ ગયો. તેની નિયત ખરાબ થઈ ગઈ. દોસ્ત મહેન્દ્રને પણ એમ્બ્યુલન્સમાં બોલાવીને બેસાડી દીધો. લોકડાઉનના કારણે રસ્તાઓ ખાલીખમ હતા. બંનેએ એમ્બ્યુલન્સમાં જ મહિલા સાથે ગેંગરેપ કર્યો. જે બાદ બંને તેને ફુટપાથ પર જ છોડીને ભાગી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો