પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર અન્ય હેલિકૉપ્ટર કરતાં થોડું હટકે છે. પોતાની નેનો કારને મૉડિફાઇડ કરીને તેણે સપનાનું હેલિકૉપ્ટર બનાવ્યું છે.

મિથિલેશ પાઇપ ફિટિંગનું કામ કરે છે

હેલિકૉપ્ટર જેવી લાગતી કારને જોવા માટે છપરા શહેરના લોકો પડાપડી કરી રહ્યા છે. મિથિલેશનો જન્મ સામાન્ય પરિવારમાં થયો છે. તે માત્ર 12 ધોરણ સુધી જ ભણેલો છે. હાલ તે છપરા શહેરમાં સીમરી ગામમાં પાઇપ ફિટિંગનું કામ કરે છે. હેલિકૉપ્ટરની બેઝિક ડિઝાઇન જોઈને તેણે પોતાની નેનો કારને મૉડિફાઇડ કરી છે.

સાત મહિનાનો સમય લાગ્યો

આ હેલિકૉપ્ટર ભલે ઊડી શકતું નથી, પણ તેમાં હેલિકૉપ્ટરનો પંખો અને ટેઇલ છે. આ ઉપરાંત પાછળની બાજુએ કલરફુલ LED લાઈટ લગાવી છે. મિથિલેશને હેલિકૉપ્ટર બનવવામાં સાત મહિનાનો સમય લાગ્યો હતો. તેના ભાઈએ તેની ડિઝાઇન વ્યવસ્થિત કરી દીધી હતી. આ પ્રોજેક્ટમાં મિથિલેશે 7 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે

મિથિલેશે ન્યૂઝ એજન્સી ANIને પોતાની ‘હેલિકૉપ્ટર કાર’ ક્રિએશન વિશે કહ્યું કે, નાનપણથી મારું સપનું હતું કે હું પોતે હેલિકૉપ્ટર બનાવું અને તેને ઉડાડું. હેલિકૉપ્ટર બનાવવા માટે મારી પાસે વધારે રૂપિયા નહોતા એટલે મેં મારી કારને હેલિકૉપ્ટર જેવી બનાવી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો