લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન

વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે 57 જાન તોરણ આવી ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. આ ગામમાં 500 ઘર છે તેમાંથી 57 ઘરમાં જાનનાં ઉતારા અપાયા હતા. એક તબક્કે રાજાશાહી વખતની યાદ આવી જાય તેવા ભવ્યાતિભવ્ય આયોજન વચ્ચે 1 લાખ લોકોએ સમૂહ ભોજન કર્યુ.

57 દિકરીઓને કરિયાવરમાં 70 વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ અત્યાર સુધીમાં 18 સમૂહ લગ્નો કરાવ્યા છે જેમાં લેઉવા પટેલ સમાજનાં 1800 દિકરા-દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે.

મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે 57 જાન તોરણ આવી ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાયું

સમુહ લગ્નોત્સવમાં કઇ રીતની તૈયારીઓ ?

લેઉવા સમાજનાં 19માં સમુહ લગ્નોત્સવમાં 57 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. જેમાં 57 ગામનાં જ્ઞાતિજનોનું સમુહ જ્ઞાતિ ભોજન થશે. જેમાં એક લાખથી વધુ લોકો જોડાશે. 60 વિઘાથી વધારે જમીન પર સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 29 એપ્રિલે 57 બળદ ગાડામાં વરરાજાનું સામૈયુ કરાશે. મહેમાનોને મોણપરીમાં ઘેર-ઘેર ઉતારા અપાશે. 1500 યુવાનો, 1500 બહેનો સેવા અાપશે, 20થી વધુ સીસીટીવીથી નજર રખાશે. ત્રણ મહિનાથી થઇ રહેલી કામગીરીમાં 57 ગામોમાં મિટીંગ કરવામાં આવી. અત્યાર સુધીમાં 1800 દિકરા-દિકરીઓનાં લગ્ન કરાવાયા.

ભોજન સામગ્રી

1 લાખ લોકો બુંદી, ગાંઠીયા, શાક,દાળ ભાત સંભારો,અને રોટલીનું ભોજન કરશે 300 ડબ્બા તેલ, 500 કટા ચણાનો લોટ,150 કટા ખાંડ,30 હજાર કિલો ચોખા, 20 હજાર કિલો તુવેર દાળ,30 હજાર કિલો ઘઉંનો લોટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો