500 જેટલા લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદના નમ્રતા પટેલને મળ્યું કરદાતાનું સન્માન

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા લોકોને લોહી પૂરું પાડ્યું છે. અને જીવમાં જીવ પૂર્યો છે. અને સતત એક વર્ષથી આવું સરસ કામ કરી રહ્યા છે.

એક વર્ષથી કરી રહ્યાં છે સેવાનું કામ

નામ છે નમ્રતા પટેલ. આ મહિલા એક વર્ષથી જે લોકોને લોહીની જરૂર હોય એને મદદ કરી રહ્યા છે. એક ફોન આવે કે બેન અહી લોહીની જરૂર છે તો બેન તરત કામે લાગી જાય અને લોહી પુર પાડવા તમામ પ્રયત્નો કરે.

કરદાતાનું સન્માન મળ્યું

એક મેસેજ લોકોનું જીવન બને એ વાત સાબિત કરી બતાવી. વોટ્સઅપ આમ તો ચેટિંગ માટે હોય પણ આં બહેન માટે કોઈના જીવમાં જીવ પૂરવાનું કામ કરે છે. ભારતના સમગ્ર રાજ્યમાંથી દર વર્ષે એક ટીમ આવા લોકોને કરદાતા તરીકે સન્માન કરે છે. તો આ વર્ષે નમ્રતા બહેનને પણ કરદાતા તરીકે સન્માન મળ્યું છે.

કરે છે બીજા પણ સેવાકીય કાર્યો

તેમજ આ બહેન અંધ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વ્રાઇટર પૂરા પાડે છે અને એ લોકોની આંખો બનવાનું કામ કરે છે. અંધ વ્યક્તિ આખુ સેમેસ્ટર ભણી લે અને વાંચી પણ લે. પણ લખવા માટે એને વ્રાઈટર જોઈએ એના માટે આ બહેન આખા ગુજરાતમાં કામ કરે છે.

તેમજ રસોઈ માટે પણ રેસિપી આપે છે. અને ક્યારેક ક્યારેક અમદાવાદનાં ન્યુઝ પેપરમાં પણ એ રેસિપી પબ્લિશ થાય છે. આમ આ બહેન એક કાંકરે બે પક્ષી મારવાનુ કામ કરે છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો