નવો નિયમ! Aadhaarમાં નામ-ઍડ્રેસ-જન્મ તારીખ સુધારવા હવે બસ આટલુ કરવું પડશે

જો તમે પણ આધારમાં કોઈ જાણકારી અપડેટ અથવા ફેરફાર કરાવવા માંગો છો અને નથી કરી શકતા તો આ સમાચાર તમારા માટે કામના છે. આધાર જાહેર કરનારી કંપની UIDAIએ આધાર અપડેશનના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આધારકાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે UIDAIએ કેટલાક શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યું છે, જ્યાં જઈ લોકો આધારમાં ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, તમે આ સેન્ટર પર નવું આધારકાર્ડ પણ બનાવી શકો છો. સાછે નામ, એડ્રેસ અને જન્મ તારીખમાં ફેરફાર કે અપડેટ કરાવવાની સ્થિતિમાં પણ આ સર્વિસનો લાભ ઉઠાવી શકો છો.

કઈં સેવાઓ માટે જરૂરી છે અપોઈમેન્ટ

આધાર સેવા કેન્દ્રની સુવિધાનો લાભ ઉઠાવવા માટે ઓનલાઈન એપોઈમેન્ટ લેવી પડશે. તો જોઈએ કઈ સેવા માટે ઓનલાઈન એપોઈમેન્ટ લઈ શકાય છે.

– નવું આધાર બનાવવા માટે

– નામ અપડેટ કરાવવા માટે

– એડ્રેસ અપડેટ કરાવવા માટે

– જન્મ તારીખ અપડેટ કરાવવા માટે

– મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે

– ઈ-મેલ આઈડી અપડેટ કરાવવા માટે

– જેન્ડર અપડેટ કરાવવા માટે

– બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે

આ છે એપોઈમેન્ટ લેવાની રીત

– તેના માટે સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ (https://uidai.gov.in/) પર જવું પડશે.

– હવે આમાં ‘My Aadhaar’ પર ક્લિક કરો. ત્યારબાદ ‘Book An Appointment’ ઓપ્શન પર જાઓ

– હવે તમને અહીં સીટી લોકેશનનું ઓપ્શન દેખાશે, જેમાં તમારે શહેર પસંદ કરવાનું. શહેર પસંદ કર્યા બાદ તમારે ‘Proceed To Book An Appointment’ પર ક્લિક કરવું પડશે.

– હવે એક નવું પેજ ખુલશે તેમાં ત્રણ ઓપ્શન છે. – ન્યૂ આધાર, આધાર અપડેટ અને મેનેજ એપોઈમેન્ટ. તમે તમારી જરૂરિયાત મુજબ તેમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. જો તમે આધાર અપડેટ કરવાનું ઓપ્શન પસંદ કરો છો, અને રજિસ્ટર મોબાઈલનંબર, કેપ્ચા કોડ અને ઓટીપી એન્ટર કરો છો તો, તમારી એપ્લિકેશન વેરિફાઈ થઈ જશે.

– ઓટીપી વેરિફિકેશન થઈ ગયા બાદ તમે ત્યાં આપેલા પોર્મમાં પોતાની ડિટેલ ભરી દો. આ ફોર્મમાં અપોઈમેન્ટ સાથે જોડાયેલી ડિટેલ પુછવામાં આવે છે. આ ડિટેલ ભર્યા બાદ તમને બુકિંગ એપોઈમેન્ટ માટે ટાઈમ સ્લોટ પસંદ કરવો પડશે.

– હવે અંતિમ તબક્કામાં તમારી અપોઈમેન્ટ ડિટેલ્સ તપાસી લો, જો ફેરફાર કરવો હોય તો, પ્રિવીયસ ટેબ પર ક્લિક કરો અન્યથા સબમિટ બટન પર ક્લિક કરો. આ ઓનલાઈન એપોઈમેન્ટ બુકિંગ પ્રોસેસ એકદમ ફ્રી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો