નડિયાદમાં મહિને દસ ટકા જેટલું વ્યાજ 4 વર્ષ ભરવા છતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો, અંતે યુવકે શ્યુસાઇટ નોટ લખીને આપઘાત કર્યો

નડિયાદ શહેરમાં વધી રહેલા વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યવસાય માટે દસ ટકા જેવા ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવવા વધુ દેવું થયું. આખરે આ વિષચક્રમાંથી છુટવા યુવકે ઝેર ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં છે. જોકે, યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સ્યુસાઇટ નોટ વધુ ચોંકાવનારી છે. આ નોટમાં તેણે વ્યાજખોર ત્રણ વ્યક્તિના નામ લખ્યાં છે અને તેના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.

દસ ટકા જેટલા જેટલું તોતિંગ વ્યાજ ભરવામાં બચત સહિતની મુડી જતી રહી હતી

નડિયાદના નવા બિલોદરા ખાતે રહેતા અને પેપરના વિતરક તરીકે કામ કરી જીવન ગુજારતા નિરલ ગોપાલભાઈ મિસ્ત્રી (ઉ.વ.35)એ શુક્રવારની મોડી રાત્રે દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારની વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં નિરલભાઈને છેલ્લા કેટલાક દિવસથી ધમકીઓ મળતી હતી. આ ઉપરાંત તેને મોડી રાત સુધી વ્યાજખોરો ઓફિસમાં બેસાડી રાખતાં હતાં. દસ ટકા જેટલા જેટલું તોતિંગ વ્યાજ ભરવામાં બચત સહિતની મુડી જતી રહી હતી. આ ઉપરાંત વ્યાજ ચુકવવામાં અન્ય મિત્રો પાસેથી પણ મોટી રકમ ઉધારે લીધી હતી. ચોતરફથી ઘેરાયેલા નિરલભાઈ આખરે ભાંગી પડ્યાં હતાં અને આપઘાત કરી લીધો હતો. જોકે, તે પહેલા તેણે સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે અરવિંદ દરબાર, અજય દરબાર અને અમીત રાવળના વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.

પિતાએ કંધોતર, પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

નિરલ ગોપાલભાઇ મિસ્ત્રીનો પરિવાર હાલ શોકમગ્ન છે. તેના પિતા ગોપાલભાઈનો એકનો એક પુત્ર હતો. જ્યારે નિરલભાઈના પત્ની ઇશીતાબહેન, પુત્ર આયુષ અને પુત્રી ભક્તિ છે. આ તમામે પરિવારના મુખ્ય વ્યક્તિને ગુમાવ્યો છે.

નિરલ છેલ્લા ચારેક દિવસથી ખૂબ જ ટેન્શનમાં હતો : પિતાની વ્યથા

હું શુક્રવારના રોજ ધોળકા ગયો હતો. સાંજે નિરલ સાથે વાતચિત થઇ હતી. નિરલ છેલ્લા ચારેક દિવસથી ખૂબ જ ટેન્શનમાં હતો. ગઇકાલે તે ખૂબ જ ઢીલો પડી ગયો હતો. વ્યાજખોરો ટોર્ચર કરતાં હતાં. – ગોપાલભાઈ મિસ્ત્રી, મૃતકના પિતા

સાથે પીક્ચર જોવાનો પ્લાન કર્યો હતો

મેં અને નિરલ એ સાથે પીક્ચર જોવાનું નક્કી કર્યું હતું. રાત્રે આઠેક વાગ્યાના સુમારે સાથે જ નીકળ્યાં હતાં. દરમિયાન એસટી નિગમની ઓફિસ નજીક અચાનક તેની તબિયત લથડી હતી અને વોમીટ ચાલુ થઇ હતી. આથી, તુરંત રીક્ષામાં તેને હોસ્પિટલ લઇ ગયાં હતાં. આ સમયે તેણે જણાવ્યું હતું કે, મેં દવા પીધી છે.
– મનોજભાઈ મોચી, મૃતકના મિત્ર

આ વ્યાજખોરોને ઓળખી લો

વ્યાજખોરોની ઓફિસ ગંજબજારમાં છે. આ શખસો પાસેથી નિરલે વ્યવસાય માટે ઉછીની રકમ લીધી હતી. અરવિંદ દરબાર અને અજય દરબાર કાકા ભત્રીજો થાય છે. જ્યારે અમીત રાવળ પણ તેમના જ ગ્રુપનો છે. અમીતની ઓફિસ સાઇકૃપાના નામે આવેલી છે. અરવિંદ અને અજય અલગ વ્યવસાય કરે છે.

શ્યુસાઇટ નોટમાં શું લખ્યું હતું?

મારું આ પગલું ભરવાની પાછળ અરવિંદ દરબાર, અજય દરબાર, અમીત રાવળ (ભઇલુ) જેમનું ભયંકરમાંથી ભયંકર વ્યાજ ભરીને હું થાકી ગયો હતો. મારે ધંધામાં નુકસાન ગયું. મેં તેમને જણાવ્યા બાદ પણ તે શાંતી રાખતા ન હોવાથી તેમને પાસેથી મેં પોતે સમય માંગ્યો પણ એ માનતાં નહતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો