નડિયાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ, લારીવાળાને દંડાથી ફટકારી માર માર્યો

કોરોનાની મહામારી વચ્ચે લોકોને માસ્કના દંડને લઇને પોલીસકર્મીઓ સાથે ઝઘડાઓ કે, પછી ઘર્ષણ થતું હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં પણ પોલીસ પર હુમલાઓ થયા હોવાની ઘટના સામે આવે છે. તો કેટલાક કિસ્સામાં પોલીસે લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. પોલીસ લારીવાળા ફેરિયાઓને પરેશાન કરી રહી હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના નડિયાદમાં સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર નડિયાદમાં ટ્રાફિક પોલીસકર્મી દ્વારા લારીવાળાને ડંડાથી માર મારવામાં આવતો હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં પોલીસકર્મી લારીવાળાને લાકડી વડે માર મારી રહ્યો હોવાનું દેખાઈ આવે છે. આ ઘટનાને લઇને ફેરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ ઉભા થાય છે કે, ફેરીયાઓ સાથે દાદાગીરી કરનાર આ પોલીસકર્મી પર પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. મહત્ત્વની વાત છે કે, નડિયાદમાં અગાઉ પણ પોલીસકર્મીના વેપારીઓ સાથે ઘર્ષણના વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે ફેરીયાને લાકડી વડે માર મારવાની ઘટનાને લઇને લોકોમાં પણ પોલીસકર્મી સામે રોષ જોવા મળી રહ્યો છે.

તો વડોદરામાં આનાથી વિપરીત એક ઘટના સામે આવી છે. વડોદરામાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમારે 6 ઇસમો સામે પથ્થરમારો અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બાબતેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમના કહ્યું હતું કે, 3 જુલાઈના રોજ રાત્રે 11:45 વાગ્યે વડોદરાના શક્તિકૃપા સર્કલ પાસે એક ટુ-વ્હીલર પર ચાર લોકો સવાર જઈને ખૂબ સ્પીડથી જઈ રહ્યા હતા. આ ઉપરાંત એક પણ યુવકે માસ્ક નહોતું પહેર્યું. તેથી તેમની ગાડી રોકવામાં આવી હતી અને તેમની પાસેથી લાઈસન્સ માગવામાં આવ્યું હતું. તે સમયે એક વ્યક્તિએ દોડીને આવીને કહ્યું કે, તમે શા માટે આ લોકોને રોક્યા. બધાને જવાદો. ત્યારબાદ બીજો એક વ્યક્તિ અમારી પાસે આવ્યો અને ઝપાઝપી કરવા લાગ્યો. બે લોકોએ અમારી સાથે ઝપાઝપી કરતા અમે પકડેલા 4 લોકો ભાગી ગયા હતા. ત્યારબાદ તેમણે PCR પર પથ્થરમારો પણ કર્યો હતો.

ત્યારબાદ પોલીસે ઘર્ષણ કરનારા 2 ઇસમોની ધરપડક કરી હતી. પોલીસે પકડેલા ઇસમોના નામ અજીતસિંહ અને અક્ષય હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ભાગી ગયેલા ચાર ઇસમોની સામે ગુનો નોંધીને તેની ધરપડક કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો