વડોદરાની મહિલાએ ‘નાભી સૂત્ર ઓઇલ’નું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આયુર્વેદના જૂના વિચારને પુનર્જીવિત કરવાનો કર્યો પ્રયત્ન

વડોદરામાં શહેરમાં છેલ્લા 14 વર્ષથી આઇટી ફર્મ ચલાવતી મહિલાએ નાભી સૂત્ર ઓઇલનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ શરૂ કરનાર શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, બાળપણમાં દાદી નાભી પર હિંગ લગાવીને સારવાર કરતા હતા. એ જ અમારૂં નાભી સૂત્ર છે. નાભી સૂત્ર દ્વારા નાભી દ્વારા થતાં ઉપચારના છુપાયેલા આયુર્વેદિક વિચારને પુનર્જીવિત કરવાનો અમારો પ્રયત્ન છે અને આયુર્વેદિક તેલનું મિશ્રણ આપનાર અમારી દેશની આ પ્રથમ બ્રાન્ડ છે.

નાભી સૂત્ર ઓઇલથી 6 પ્રકારની સારવાર અપાય છે

વડોદરા શહેરમાં આઇટી ફર્મ ચલાવતી મહિલા સ્વાતિ વખારીયાએ નાભી સૂત્ર સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેમાં નાભી સૂત્ર દ્વારા હાલ 6 જેટલી સારવાર આવરી લેવામાં આવી છે. જેમાં હેર કેર, સ્કિન કેર, પિરીયડ પેઇન, બાળકોના શાર્પર માઇન્‍ડ, જોઇન્ટ પેઇન, ખીલનો સમાવેશ થાય છે.

દીકરીના નાભી પર આયુર્વેદિક દવાઓ લગાવતી હતી

શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી જ્યારે નાની હતી ત્યારે હું તેને વિવિધ તેલનું મિશ્રણ કરીને આયુર્વેદિક દવાઓ નાભી પર લગાવીને તેની સારવાર કરતી હતી. ત્યારે મને વિચાર આવ્યો હતો કે, દરેક વ્યક્તિને નાભી સૂત્રનો લાભ મળવો જોઇએ. જેથી કરીને જેને જૂની આયુર્વેદિક પ્રણાલી છે, તેનાથી લોકોને યોગ્ય સારવાર મળી રહે.

નાભી સૂત્રના ઉપગોય બાદ 21 દિવસમાં ફરક દેખાશે

શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, મે આ ટેકનિકનો ઉપયોગ વ્યક્તિગત રીતે પણ કર્યો છે અને જોયો છે અને સારા પરિણામો મળ્યા છે. તમારે ફક્ત નાભી સૂત્ર ઓઇલના 2-3 ટીપાં નાખવાના છે. સૂવા પહેલાં તમારા પેટના બટનમાં નાભી સૂત્ર તેલ જરૂરી છે. 21 દિવસમાં તમને ફરક દેખાશે.

શ્વાતિ વખારીયા વુમન પ્લેનેટ ફાઉન્ડેશન ચલાવે છે

શ્વાતિ વખારીયા વુમન પ્લેનેટ કોમ્યુનિટી બ્લોગ અને વુમન પ્લેનેટ ફાઉન્ડેશન પણ ચલાવે છે. આ ફાઉન્ડેશનમાં ગામડાઓની છોકરીઓને હાઇજીન બાબતે જાગૃત કરવામાં આવે છે અને તેમને દત્તક લઇને તેમને સેનેટરી નેપકીન સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. આ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી એક હજાર જેટલી બાળકીઓને દત્તક લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો