ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, હવે માત્ર 50 રૂપિયામાં મળશે N 95 માસ્ક, ગુજરાત કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિયેશનો નિર્ણય

હાલ રાજ્યમાં સરકાર દ્રારા અમુલ પાર્લર પર 65 રૂપિયાની કિંમતે N 95 માસ્કનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકાર 50 રૂપિયાના માસ્કમાં 15 રૂપિયા નફાખોરી કરીને માસ્ક 65 રૂપિયામાં વેચી રહી છે. તેવામાં હવે રાજ્યની જનતા માટે સારા સમાચાર એ છે કે, ગુજરાત કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિયેશને N 95 માસ્ક 50 રૂપિયાની કિંમતે વેચવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં દવાની દુકાને N 95 માસ્ક ઊંચી કિંમતે વેચાતા હતા. ક્યાંક એક માસ્કનો ભાવ 300 રૂપિયા પણ લેવામાં આવતો હતો. તેવામાં રાજ્ય સરકાર દ્વારા અમુલ પાર્લર પર N 95 માસ્ક 65 રૂપિયાની કિંમતે વેચવાનું શરૂ કર્યું હતું. જો કે સરકારના આ નિર્ણયના થોડા દિવસો બાદ જ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિયેશને હવે N 95 માસ્ક 50 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિયેશને પાંચ લેયરના માસ્ક વેચવાનો નિર્ણય કર્યો છે. અને શરૂઆતમાં એક લાખ માસ્ક વેચવાનો નિર્ધાર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી N 95 200-300 રૂપિયાની કિંમતે વેચાતા હતા. જો કે સરકારે સસ્તા ભાવે વેચવાનું શરૂ કરાતા હવે માસ્કની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કરાયો છે. આમ સંકટના સમયમાં માસ્કમાં પણ અગાઉ મસમોટી નફાખોરી કર્યાં બાદ વેપારીઓ હવે સાવ સસ્તા ભાવે માસ્ક વેચી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો