આ વીડિયો જોઈને ભલભલા લોકો તાળીઓ ના પાડે તો કહેજો, તમે પણ વીડિયોમાં જુઓ આ બાળકની હિંમત…

આપણા દેશમાં લોકોને ક્રિકેટ પ્રત્યે ખુબ રસ છે. પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વિકલાંગ કઈ રીતે ક્રિકેટ રમતા હશે. એનો જવાબ આ વીડિયોમાં એક બાળકે તમને ક્યારેય ન ભૂલાય એ રીતે આપ્યો છે. આ બાળક પગથી દિવ્યાંગ છે. તેના બંને પગ કામ નથી કરતાં પરંતુ તે ક્રિકેટ એ રીતે રમે છે જાણે કે એકદમ સામાન્ય માણસ હોય. આ વીડિયો જોઈને દેશના ભલભલા લોકો આ બાળકના દિવાના થઈ ગયા છે.

એક IFS ઓફિસરે આ વીડિયો વાયરલ કર્યો છે કે જે હાલમાં ખુબ શેર થઈ રહ્યો છે. તેણે વીડિયો શેર કરીને લખ્યું કે, આ બાળકે મને સ્પીચલેસ કરી નાખ્યો. જે લોકોને ક્રિકેટ સાથે પ્રેમ છે અને નથી એવા દરેક લોકોએ આ વીડિયો જોવો જોઈએ. મને આ વીડિયો ફેસબુક પર મળ્યો. હવે આ બાળની માહિતી મળી જાય તો સારુ. આટલું લખીને વીડિયો પોસ્ટ કર્યો કે તરત જ વાયરલ થવા લાગ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક નીચે બેસીને ક્રિકેટ રમી રહ્યું છે અને આજુબાજુ બધા નોર્મલ છોકરાઓ છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ વીડિયોમાં જુઓ આ બાળકની હિંમત….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો