રમઝાન મહિનામાં મુસ્લિમ યુવાનોએ માનવતાની મિશાલ કાયમ કરી: રોઝા રહીને પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે

રાણપુરમાં માનવ સેવા સમિતિ ના મુસ્લિમ યુવાનો રમજાન મહિનામાં કરી રહ્યા છે ઉત્તમ કામગીરી. ઓક્સિજન લેવલ ઘટતું હોય તેવા દર્દી ઓને આપી રહ્યા છે તદન મફત ઓક્સિજન બોટલ. દાતાઓના સહયોગથી થતી આ કામગીરીને ગામ લોકો એ આવકારી છે.

બોટાદ જિલ્લામાં 30 ગામોનું રાણપુર શહેર તાલુકો છે. હાલની કોરોના પોઝીટીવ દર્દીની પરિસ્થિતિ અહીં ચિંતાજનક હતી કારણ કે અહીં એક પણ તાલુકામાં કોવિડ હોસ્પિટલ નથી. ત્યારે સારવાર માટે અહીંના દર્દીઓને બોટાદ 35 કિલોમીટર આવવું પડે અને કોરોનાની આ લહેરમાં ઓક્સિજન દર્દીઓને ઘટતું હોવાની ફરિયાદ વધુ જોવા મળતી હતી. ત્યારે રાણપુરમાં કોઈ જગ્યાએ ઓક્સિજન બોટલની વ્યવસ્થા ન હતી અને દર્દીના સગાઓને બોટાદ અથવા અન્ય જગ્યા પર બોટલ માટે જવું પડતું.

ત્યારે ગતવર્ષના લોકડાઉનમાં પણ રાહત રસોડું શરૂ કરી ગરીબ પરિવારોને ભોજન આપનાર રાણપુરના મુસ્લિમ યુવાનોનું માનવ સેવા સમિતિ ગ્રુપ કે જેવો હાલ રમજાન મહિનામાં રોજા રહીને પણ તમામ ધર્મના લોકોને વ્હારે આવ્યા છે. અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

સમિતિના આ સભ્યો દ્વારા સૌ પ્રથમ પોતે રકમ એકત્રિત કરી હતી. અને 4થી 5 બોટલ ઓક્સિજન લાવી લોકોને આપવાની કામગીરી શરૂ કરી હતી. ગામના આગેવાનોએ યુવાનોની આ કામગીરી જોઈ દાન આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આજે યુવાનો દ્વારા રાણપુરમાં ઘરે સારવાર લેતા લોકોને ઘરે જઈ જાતે ઓક્સિજન બોટલ પહોંચાડે છે અને લોકોને મદદરૂપ થાય છે. ત્યારે દર્દીના પરિવારજનો દ્વારા પણ સમિતિના યુવાનોની કામગીરી જોઈ તેમને દુવા અને આશીર્વાદ આપી રહ્યા છે. અને યુવાનોની કામગીરીને વધાવી રહ્યા છે અને અન્ય યુવાનો પણ આ પ્રમાણે કામગીરી કરે તેવી લોકોને પણ અપીલ કરી માનવ સેવા સમિતિના આ યુવાનોનો આભારમાની સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો