વલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ ષડયંત્રમાં હતી સામેલ, પોલીસે બંનેની ધરપકડ કરી

વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી અને એક યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ વધારે ચર્ચાસ્પદ બની રહ્યા છે. આથી ફરિયાદને ગંભીરતાથી લઇ વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ભોગ બનેલી યુવતીની ફરિયાદ મળતા જ તાત્કાલિક વલસાડ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ ષડયંત્રમાં આરોપી યુવકની પત્ની પણ સામેલ હતી. આથી વલસાડ પોલીસે વિધર્મી યુવક અને તેની પત્નીની પણ ધરપકડ કરી બંનેને સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વલસાડ પોલીસ સ્ટેશનના એક યુવતીએ પોતાની ઓળખ ગુપ્ત રાખી અને ફરિયાદ આપી છે. જેમાં એક વિધર્મી યુવકે છેલ્લા કેટલાક સમયથી પીડિત યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ પ્રેમ સંઘાણીયા નામના એક હિન્દુ યુવક તરીકેની ઓળખ આપી હતી. તેને મુસ્લિમ પરિવારે દત્તક લીધો હોવાનું પીડિતાને જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમ્યાન આરોપીએ પીડિતાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારબાદ એક દિવસ આરોપીએ યુવતીના નગ્ન વીડિયોની માંગ કરી હતી. જોકે પીડિતાએ ના પાડતાં યુવકે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપતા યુવતીએ આરોપીને પોતાના નગ્ન વીડિયો પણ મોકલાવ્યો હતો.

નગ્ન વીડિયો મળ્યા બાદ આરોપીએ પોત પ્રકાશ્યું અને પીડિતાનો નગ્ન વીડિયો વાયરલ કરી તેને બદનામ કરવા ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી શોષણ શરુ કર્યું હતું. આખરે પોતે કોઈ ષડયંત્રનો ભોગ બની હોવાનું ભાન થતાં પીડિતાએ હિંમત કરી પોતાની સાથે થયેલી આ બનાવ અને પોતે બ્લેકમેલિંગનો ભોગ બની રહી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. તપાસ કરતા બહાર આવ્યું કે વિધર્મી યુવક વસીમ મન્સૂરી આ ગુનામાં તે એકલો જ નહીં પરંતુ તેની પત્ની સબનમ વસીમ મન્સૂરી પણ સામેલ હતી. આરોપી વસીમની પત્ની સબનમે પણ પીડિતાને બ્લેકમેઇલ કરવા પીડિતાના નગ્ન વીડિયો પીડિતાના પિતા અને પરિવારજનોને મોકલી તેને બદનામ કરવાની ધાક ધમકી પણ આપી હતી.

જોકે આખરે આ બંનેનું પાપ છાપરે ચઢીને પોકાર્યું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાય પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક વસીમ મન્સૂરી અને તેની પત્ની શબનમ મન્સૂરીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ લોકોના મોબાઇલ કબજે લઇ પોલીસે આ બંને પતિ-પત્નીએ કોઈ યુવતીઓને પણ આવી રીતે ફસાવ્યા છે કે કેમ?અને કોઈ યુવતીને બ્લેકમેલિંગનો શિકાર બનાવી રહ્યા છે કે કેમ ? આ તમામ બાબતો જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો