લવજેહાદનો કિસ્સો આવ્યો સામે: સોનગઢની યુવતી સાથે વિધર્મી યુવકે શરીરસુખ માણી ગર્ભવતી બનાવી, પ્રેમજાળમાં ફસાવવા કર્યો આવો ખેલ
સોનગઢ (Songadh)ની યુવતી (Girl) સાથે વ્યારા (Vyara)ના મુસ્લિમ યુવકે (Muslim youth)દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે પોતે આદિવાસી સમાજનો હોવાનું જણાવી વિધવા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. પરંતુ એક બાળકનો જન્મ થયા પછી યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા યુવતીએ યુવક વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન (Songadh Police Station)માં છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
હાલમાં જ યુપી સરકાર દ્વારા લવ જેહાદને મુદ્દે કાયદો બનાવવામાં આવ્યો છે. પંરતુ હજુ પણ અન્ય રાજ્યોમાં આ પ્રકારના લવજેહાદના કિસ્સાઓ બની રહ્યા છે. એવો જ એક લવ જેહાદનો કિસ્સો સોનગઢમાં સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે પોતે આદિવાસી સમાજનો કોકણી જાતિનો હોવાનું જણાવીને એક આદિવાસી વિધવા યુવતી સાથે દુષ્કર્મ આચરી એક બાળકની માતા બનાવી હતી. પરંતુ સમય જતાં યુવતીને હવસખોર પ્રેમી નઝીર ગનીભાઈ સૈયદ ઉર્ફે લલ્લો પરણિત હોવાનું ખબર પડતાં પોતાની સાથે દગો થયો હોય તેવો અહેસાસ થયો હતો અને તેણે પોતાના પ્રેમી મુસ્લિમ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
થોડાજ દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી યુવતીઓ સાથે લવજેહાદ થઈ રહ્યો હોવાની રજુઆત પણ કરી હતી. હાલમાં આ મુદ્દે તાપીમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાપીમાં આદિવાસી યુવતી સાથે થયેલ અત્યાચાર વિરુદ્ધ પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ કરતા તાપી જિલ્લા નાયબ પોલીસ વડા આર. એલ. માવણીએ ગુનાની ગંભીરતા જોઈને પોલીસની ટીમોને લગાડી હવસખોર નઝીર ઉર્ફે લલ્લોને ઝડપી જેલભેગો કર્યો છે.
હવસખોર લલ્લાને સાથ આપી આદિવાસી વિધવા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભાજપનો કહેવાતો નેતા નિલેશ લુહાર હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે બળાત્કાર અને એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

