નાત-જાત અને ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર 200 મુસ્લીમ મિત્રો સ્વખર્ચે દર્દીઓને પહોંચાડે છે નિ:શુલ્ક નાસ્તો અને લોહીની સેવા આપે છે

ઈસ્લામમાં માનવ સેવાને ખુબ મહત્વ અપાયું છે. ઈસ્લામના માનવ સેવાના સિદ્ધાંતને ધ્યેય બનાવીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરવાની પ્રવૃત્તીને 200 જેટલા મુસ્લીમ ભાઇઓએ જીવનનુ લક્ષ બનાવ્યું છે. આ યુવાઓ દર અઠવાડિયે સ્વખર્ચે નિશુલ્ક બે દિવસ નાત-જાત, ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર હોસ્પિટલના દરેક દર્દી સુધી એક ટાઈમ નાસ્તાની, જરૂરીયામંદોને લોહીની, તેમજ અંધજન શાળાના બાળકોને, વૃદ્ધાશ્રમના વૃદ્ધાઓને સાડીઓ આપવાની સેવા કરી રહ્યા છે.

ઈસ્લામ માનવ સેવાનું મહત્વ સમજી 200 મુસ્લીમ મીત્રોનું ઉનમત માનવતા ગ્રુપ કોઇ પણ ધર્મ જ્ઞાતી જાતીનો ભેદ જોયા વિના માનવતાના નાતે સ્વયંમ અને સ્વખર્ચે ફાળો આપીને અમદાવાદની સાત હોસ્પિટલો, દસક્રોઇ તાલુકાના નાઝ અંધજન મંડળમાં વારતહેવારે તેમજ દર શનિવાર, રવિવારે લોહી આપવુ, ફળો બીસ્કીટ, પુલાવ, સાડીઓ, કંબલ સેવાની ભાવનાથી નિશુલ્ક હોસ્પિટલ, સંસ્થાઓમાં જઇ વહેંચી રહ્યા છે.

200 સભ્યોનુ સ્વસમજથી નિર્માણ પામેલું ગ્રુપ દર શનિ રવિવારે અમદાવાદની શારદાબેન, નવજીવન, ઇક્યુરા, એલ.જી.હોસ્પિટલ, યુએન મહેતા, સોલા સિવિલમાં તેઓના સ્વજનની ખબર અંતર પૂછવા નહી પરંતુ કોઇ પણ જરૂરીયાતમંદ દર્દીઓ અને તેઓની સાથે રહેતા સ્વજનોને લોહી આપવાથી માડી ફળો, બિસ્કિટ, પુલાવ, ધાબળા નિશુલ્ક આપી સેવા આપી રહ્યા છે. કઇ હોસ્પિટલમાં ક્યા પ્રકારની સેવાની કેટલા પ્રમાણમાં જરૂર છે તે અંગેનુ આયોજન માર્ગદર્શન જે તે હોસ્પિટલના ડોકટરો આપે છે. આ ગ્રુપ ડોકટરો હોસ્પીટલની મંજુરી લઇ સેવા આપે છે. આ ગ્રુપ દસક્રોઇના નાઝ અંધજન મંડળ તેમજ અમદાવાદ ના ઘરડાઘરોમાં પણ સેવા આપે છે. અવારનવાર અંધજન મંડળના બાળકોને બિસ્કિટ ફળો આપે છે. તેમજ બાળકોને પિકનિક પર લઇ જાય છે. તો વૃદ્ધાશ્રમની મહીલાઓને સાડીઓ નિશુલ્ક આપે છે.

અમદાવાદ સરસપુર શારદાબેન હોસ્પિટલના આર.એમ ઓ ડો. સુનીલ શાહ તેઓને ક્યા દર્દીઓને ક્યા સમયે કેવા પ્રકારની સેવાની જરૂર છે તેનુ માર્ગદર્શન અવારનવાર આપે છે. શારદાબેન હોસ્પિટલથી શરૂ કર્યા બાદ 200 મીત્રોએ નીર્ધાર કર્યો છે કે બારેમાસ આપણે ઇસ્લામમાં માનવ ધર્મનુ મહત્વ સમજીને શનિ રવિવાર તથા રમજાન માસમાં દાન પુણ્ય સેવાનો મહિમા હોય છે અને તેમ બારેમાસ સેવા કરે છે. છેલ્લા આઠ માસથી શરૂ કરેલી દર્દીઓની સેવાકીય પ્રવૃત્તીમાં 200 મીત્રોએ સ્વખર્ચે બીસ્કીટ, સેવ મમરા ફળની 53600 કીટ, 75 બોટલ લોહી, એક હજાર જેટલા ધાબડા, વૃદ્ધાશ્રમ તેમજ જરૂરીયાતમંદ મહીલાઓને સો જેટલી સાડીઓ આપી ચુકયા છે. આ સેવા ચાલુજ રાખવાનો નીર્ધાર સાથે સેવા ચાલુજ રાખી છે. આગામી સમયમાં પણ આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને જરૂરી સામાન પણ પુરો પડાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો