અમદાવાદના હિન્દુ યુવકે ઈદના આગલા દિવસે લોહી આપી મુસ્લિમ બાળકનો બચાવ્યો જીવ

ઉપરવાળાએ જ્યારે દુનિયા બનાવી ત્યારે માણસ માણસ વચ્ચે ભેદ રાખ્યો નહોતો. પરંતુ દુનિયમાં આવ્યા બાદ લોકોએ પોતાના સમાજના અને ધર્મના વાડા ઉભા કર્યાં. જો કે આમ છતાં આજે પણ કેટલાક લોકોમાં પ્રેમ અને કરુણા જોવા મળે છે. તેમાં પણ મહામારી કોરોના સામે સમગ્ર માનવજાત એક થઈ લડી રહી છે. શહેરમાં એક આવો જ માનવીય કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન થવાના બે દિવસ પહેલા બીમાર બાળકને મધ્ય પ્રદેશ મુકવા ગયેલા એમ્બ્યુલન્સના હિન્દુ ડ્રાઈવરને મુસ્લિમ પરિવારે ઘરમાં જમવાનું બનાવીને ઉપવાસ ખોલાવ્યો હતો. આ મુસ્લિમ પરિવારના બાળકને આજે ઓપરેશન માટે અમદાવાદ લાવવવામાં આવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે લોહી આપી બાળકનો જીવ બચાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શનિવારના ઉપવાસમાં મુસ્લિમ પરિવારની ઘરે મધ્યપ્રદેશમાં જમ્યા

અમદાવાદના અસારવામાં રહેતા અને એમબ્યુલન્સ ચલાવતા જયેશ ભાવસારે જણાવ્યું કે, લોકડાઉન થવાના 2 દિવસ પહેલા મધ્યપ્રદેશના મુસ્લિમ પરિવારના બે દિવસના બાળક મહમ્મદ હુસૈનને હૃદયમાં વાલ્વની સમસ્યા હતી. તેઓ સિવિલની યુ.એન.મહેતા હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે ડોક્ટરે કહ્યું કે હવે બાળકને એક મહિના પછી લાવજો અને પછી તેનું ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ તેમને અમદાવાદથી મધ્યપ્રદેશ જવું હતું અને તેમણે એમ્બ્યુલન્સ ભાડે કરી મને બોલાવ્યો હતો. હું તેમને બાળક સાથે મધ્યપ્રદેશ મુકવા ગયો હતો પણ ત્યારે મોડી રાત થઈ ગઇ હોવાથી બાળકના પિતા મલિક હુસૈનભાઈએ મને કહ્યું કે તમે જમી લો પણ મારે શનિવારનો ઉપવાસ હતો. જેથી પરિવારે મારા માટે ઘરે જમવાનું બનાવ્યું અને ઉપવાસમાં તેમના ઘરે જમ્યો હતો.

બાળકની તબિયત બગડી હોવાના સમાચાર મળતા જ જયેશ ભાવસાર લોહી દેવા દોડી ગયા

ત્યાર બાદ આ પરિવારને છોડીને નીકળતા એવું લાગ્યુ કે આ પરિવાર સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે. મેં નીકળતે વખતે કહ્યું કે કંઈ પણ કામ હોય તો મને કહેજો. ત્યાર બાદના બે દિવસમાં જ બે મહિનાનું લોકડાઉન થઈ ગયું અને હું પણ કામે લાગી ગયો હતો.ગઈકાલે મલિક હુસૈનભાઈનો મને ફોન આવ્યો અને કહ્યું મારા દીકરા મહમ્મદ હુસૈનની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને અમારે ઓપરેશન માટે લોહીની જરૂર છે. મને તુંરત હુસૈન નજર સામે દેખાવા લાગ્યો અને પળનો વિચાર કર્યા વિના જ ત્યાં પહોંચી ગયો હતો. આ સમયે મહમ્મદહુસૈનના ઓપરેશનની તૈયારી ચાલી રહી હતી અને હું તેના માટે લોહી આપવા લાગ્યો. આજે હુસૈનનું ઓપરેશન થઈ ગયું છે અને તેની તબિયત હવે સારી છે. હું આ કામ કરીને ખૂબ ખુશ છું. હું અગાઉ અસારવા વોર્ડમાં ભાજપનો પ્રમુખ પણ રહી ચુક્યો છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો