બોલિવુડના પ્રખ્યાત સંગીતકારનું કોરોનાથી નિધન, વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન, તૂટી ગઇ સાજિદ-વાજિદની જોડી

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝરવાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોશિયલ મીડિયા પર વાજિદના મોતનું કારણ કોરોનાનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોવિડ-19 સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.

પ્રથમ અને છેલ્લું ગીત સલમાન સાથે, ઇદ પર રિલિઝ થયું હતું ગીત

સાજિદ-વાજિદ સલમાન ખાનના પ્રિય મ્યુઝિક કમ્પોઝર રહ્યા છે. તેઓએ ઇદના તહેવાર પર સલમાન ‘ભાઇ-ભાઇ’ગીત રિલિઝ કર્યુ. વાજિદે 1998માં આવેલી સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કમ્પોઝર તરીકે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને વાહિદે છેલ્લું ગીત પણ સલમાન સાથે કર્યું હતું. આ સિવાય ‘દબંગ-3’ના બધા ગીત તેમના કમ્પોઝિશનમાં તૈયાર થયા હતાં.

બહુ ઝડપથી જતા રહ્યા મિત્ર: પ્રિયંકા ચોપડા

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યકત કર્યો. પ્રિયંકા ચોપડાએ ટ્વીટ કરી દુખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે એ છે વાજિદભાઇની મુસ્કુરાહટ. હંમેશા મુસ્કુરાતા રહેતા. બહુ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યકત કરનાર લોકોના પ્રત્યે મારી સંવેદના. તમારા આત્માને શાંતિ મળે મારા દોસ્ત.

સલમાન ખાન માટે હિટ રહી સાજિદ-વાજિદની જોડી

આપને જણાવી દઇએ કે સાજિદ-વાજિદની જોડી બોલિવુડના દબંગ સલમાન ખાન માટે સંગીત તૈયાર કરતા રહ્યા છે. વાજિદ ખાને સાજિદની સાથે મળીને સલમાન માટે કેટલાંય ગીતોનું નિર્દેશન કર્યું. તેમાં દબંગના ફેમસ ગીતો સામેલ છે.

સાજિદ-વાજિદ એ 1998મા સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જોડીએ એક પછી એક હિટ ફઇલ્મ માટે સંગીત આપ્યું. તેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુજસે શાદી કરોગી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ (1,2, અને 3) જેવી ફિલ્મો સામેલ છે. સાજિદ-વાજિદની જોડીએ હજુ તાજેતરમાં જ સલમાન ખાન માટે ‘ભાઇ-ભાઇ’ કંપોઝ કર્યું હતું. એક ગાયક તરીકે વાજિદ ખાને 2008મા ફિલ્મ પાર્ટનર માટે ગીત પણ ગાયુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો