અમદાવાદમાં પ્રેમીએ પરિણીતાના ઘરમાં ઘૂસીને તેને મોતને ઘાટ ઉતારી, પ્રેમીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બે પરિવાર તૂટ્યા

અમદાવાદના રામોલમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે (Murder in Ahmedabad) આવી છે. રામોલ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામફળવાડીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારોમાં ચકચારી મચી જવા પામી છે. સવારે પરિણીત પ્રેમીકા ઘરે એકલી હતી તે સમય દરમિયાન પ્રેમીએ તેના ઘરમાં ઘૂસીને છરી વડે પરિણીત પ્રેમિકા ભૂમિકા પંચાલની ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી પ્રેમી વનરાજ સિંધાએ છરી પોતાના પેટમાં ઘુસાડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચોંકાવનારી વાત તો એ છે કે પ્રેમીએ ઘરમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો જેથી કોઈ અંદર ન આવી શકે. મૃતક પરિણીત મહિલાનો પતિ અને સાસુ ઘરે આવતા દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડતા તેઓ દરવાજો તોડીને ઘરમાં ગયા ત્યાં તો ભૂમિકા અને પ્રેમી વનરાજ બંને લોહીલુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી હતી. રામોલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી 108ને બોલાવી હતી. જોકે 108માં રહેલ ડોક્ટરે ભૂમિકાને મૃત જાહેર કરી હતી. જ્યારે પ્રેમી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આખી ઘટના વિશે મળતી વિગતો પ્રમાણે રામોલમાં રહેતો અક્ષય પંચાલ (34) પોતાની પત્ની અને ત્રણ બાળકો તથા માતા અને નાની સાથે રહેતો હતો. અક્ષય લેથ મશીન પર ટર્નર તરીકે કામ કરે છે અને તેની ઓળખાણ દોઢ વર્ષ અગાઉ મહાદેવ એસ્ટેટમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં કામ કરતા વનરાજસિંહ સિંધા સાથે થઈ હતી. વનરાજસિંહ રામોલમાં રહેતો હતો. અક્ષયની એસ્ટેટની બહાર વનરાજસિંહ સાથે ઓળખાણ થયા બાદ બન્ને વચ્ચે પરિચય વધ્યો હતો. આવામાં અક્ષયે વનરાજસિંહએ કહ્યું હતું કે જો ઘરે કરવા લાયક કામ હોય તો તે જાણ કરે, આ પછી ઓરિંગનું કામ મળતા અક્ષય તેને ઘરે લઈ આવતો હતો. ઘણી વખત વનરાજસિંહ કામ આપવા અને લેવા માટે ઘરે પણ આવતો હતો. અક્ષય અને વનરાજસિંહ વચ્ચે અંતર ઘટવા લાગ્યુ હતું. વનરાજસિંહ ઘણી વખત અક્ષયના ઘરે જમતો પણ હતો.

ધંધાના કારણે બન્ને પરિવારો વચ્ચે નીકટતા વધતા વનરાજસિંહ અને અક્ષયની પત્ની ભૂમિકા વચ્ચે કંઈક ચાલતું હોવાનું એક દિવસ માલુમ પડતા અક્ષયને આંચકો લાગ્યો હતો. એક મહિના પહેલા જ્યારે રાત્રે અઢી વાગ્યે અક્ષયની આંખ ખુલી તો તેણે જોયું કે તેની પત્ની ભૂમિકા અને વનરાજસિંહ બન્ને ધાબા પર ઉભા હતા, અક્ષયને જોઈને વનરાજસિંહ ત્યાંથી નાસી ગયો હતો. વનરાજસિંહ અને પરિણીતા ભૂમિકા વચ્ચે કંઈક ચાલતું હોવાનું માલુમ પડતા અક્ષયે આ અંગે ભૂમિકાના ઘરે જાણ કરી હતી, જ્યારે વનરાજસિંહને ઘરે નહીં આવવા માટે જણાવ્યું હતું.

સાસરિયાએ ભૂમિકા હવે આમ નહીં કરે તેમ જણાવ્યું હતું. આ પછી વનરાજસિંહ અક્ષયના ઘરે નહોતો જતો. જોકે, ગઈકાલે બનેલી ઘટનાએ રુંવાડા ઉભા કરી દીધા હતા. પરંતુ મંગળવારે 11 વાગ્યે જ્યારે અક્ષય માતાને લઈને મંદિરે અને બેંકમાં ગયો હતો ત્યારે વનરાજસિંહ તેના ઘરે ધસી આવ્યો હતો. અક્ષયની ગેરહાજરીમાં ઘરે ધસી આવેલા વનરાજે ઘરમાં ઘૂસીને અંદરથી ઘર બંધ કરી દીધું હતું. ઘરમાં કશું બરાબર ના હોવાનું જાણવા મળતા પાડોશીઓ અક્ષયને ફોન કરીને જલદી ઘરે આવી જવા માટે જણાવ્યું હતું.

અક્ષય જ્યારે ઘરે આવ્યો અને જોયું તો તેની પત્ની ભૂમિકા અને વનરાજસિંહ બન્ને લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. ઘરમાં વનરાજસિંહ અને ભૂમિકા સિવાય અક્ષયના નાની પણ હતા, જેમણે આખી ઘટના વિશે જણાવ્યું.

જ્યારે અક્ષય તેની માતા સાથે બહાર ગયો હતો ત્યારે ઘરમાં ઘૂસી ગયેલા વનરાજસિંહે ભૂમિકા સાથે ઝઘડો કરીને પોતાની પાસે રહેલા ચપ્પુથી હુમલો કરી દીધો હતો. ગળા, પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઘા વાગવાના કારણે તે ઢળી પડી હતી. આ દરમિયાન અક્ષયના નાની વનરાજસિંહના હુમલાથી ભૂમિકાને બચાવવા માટે વચ્ચે પડ્યા તો તેણે તેમને ધક્કો મારી દીધો હતો. જેથી તેઓ ભીંત સાથે અથડાઈને ઈજા થતા પડી ગયા હતા.

ભૂમિકાને ચપ્પુના ઘા માર્યા પછી વનરાજસિંહે પોતાને પણ ઈજાઓ પહોંચાડવાનું શરુ કર્યું હતું. આમ ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલી પત્ની ભૂમિકા અને વનરાજસિંહને 108ને ફોન કરીને સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, એલજી હોસ્પિટલના તબીબોએ ભૂમિકાને મૃત જાહેર કરી હતી, અક્ષયે પોતાના ઘરમાં વનરાજસિંહના લીધે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ વનરાજસિંહ સામે કોઈ પગલા ભરે તે પહેલા તેનું પણ સાંજે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. પોલીસ હવે આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો