યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળીને બહેનપણીની કરી નાખી હત્યા, ગળું દબાવી હત્યા કરી ખાડો ખોદીને મૃતદેહ દાટી દીધો

ઝારખંડના (Jharkhand) દુમકામાં (Dumka) 9મી જુલાઈથી લાપતા એક વિદ્યાર્થીની સોમવારે ખાડામાં દાટેલી લાશ (Dead Body) મળી આવી છે. જોકે, આ ઘટનાની તપાસ થતા મોટો ઘટસ્ફોટ થયો છે. સોની (Soni) નામની વિદ્યાર્થીની હત્યા (Murder) તેની જ બહેનપણી કોમલે કરાવી નાખી હતી. કોમલે તેના બોયફ્રેન્ડ સાથે મળી સોનીની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ તેના મૃતદેહને ખાડો ખોદી અને દાટી દીધો હતો. ત્યારબાદ ઠંડા કલેજે ત્યાથી નીકળી ગઈ હતી. જોકે, ઘટનામાં આખરે પાપ છાપરે ચઢીને પોકાર્યુ અને આરોપીનો ભાંડો ફૂટી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હકિકતમાં સોની અને કોમલ બહેનપણીઓ હતી અને દુમકાના રસિકપુર વિસ્તારમાં લોજમાં રહેતી હતી. બંને વચ્ચે નાની નાની વાતે સામાન્ય ઝઘડા થયા કરતા હતા. જોકે, એનાથી પરેશાન કોમલે સોનીનું મર્ડર કરાવવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. પહેલાં તેણે આ કામ માટે પોતાના બૉયફ્રેન્ડને તૈયાર કર્યો હતો.

સોનીની હત્યા કરવા માટે કોમલના બોયફ્રેન્ડ સચિને રિયાઝ નામના એક શખ્સની મદદ લીધી હતી. કોમલે સોનીને સચિનના બર્થડેના બહાને પોતાની લોજ પર બોલાવી હતી અને ત્યારબાદ બોયફ્રેન્ડની લોજમાં લઈ ગઈ હતી. જોકે, આ સંગીન ઘટનાની અજાણ સોનીને કઈ ખબર પડે તે પહેલાં કોમલ, રિયાઝ અને સચિને તેના પર હુમલો કર્યો હતો અને ગળુ દબાવી અને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ શખ્સોએ દુમકા શહેરથી 3-4 કિલોમીટર દૂર એક વેરાન જગ્યાએ ખાડો ગોળી અને આ સોની નામની યુવતીની લાશ દાટી દીધી હતી.

સોનીના ગુમ થવાથી પરેશાન પિતાએ પોલીસમાં અરજી આપી હતી. જોકે, પોલીસે તેને શોધવા કાળજી લીધી નહી. ત્યારબાદ સોનીના માતાપિતાએ 16મી જુલાઈએ એસપી કચેરીએ ધરણા કર્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી હતી.

દરમિયાન તપાસમાં મોબાઇલ અને ડીઆરથી જાણવા મળ્યું કે કોમલ અને સોની વચ્ચે એ સમયે ફોન થયા હતા. પોલીસે કોમલની પૂછપરછ કરતા તે આકરી ઢબની પૂછતાછમાં ભાંગી પડી હતી અને તેણે સચિન અને રિયાઝ સાથે મળી અને હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે સોમવારે આરોપી સચિન અને રિયાઝની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો