અમરેલી જિલ્લાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, બંને વૃદ્ધની લાશ ઘરની ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી
અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરાઇ હતી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દીવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની જાણ થઇ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.72) અને તેમના પત્ની લાભુબેન દુધાત (ઉ.વ.67) બંને પોતાની 12 વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને 4 સંતાનો છે જેમાં 1 પુત્ર અને 3 પુત્રીઓ છે પુત્ર સુરત ખાતે ટેકસટાઇલ ઉદ્યોગમાં નોકરી કરે છે અને તે સુરત ખાતે જ રહે છે તો 3 દીકરીઓ પરિણીત હોવાથી સાસરીયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા. ત્યારે એક દિવસ એવો આવ્યો કે આ બંને વૃદ્ધોની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો. આ બંને વૃદ્ધો તા. 17ના રોજ સાંજના સાડા 7 વાગ્યાથી લઈને તા.18 ના રોજ સાંજના 6 વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતો.
મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિંમતભાઈ દુધાતને તેમના કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈ જવાબ નહિ મળતા મકાનમાં અંદર જઈને જોતા કાકા અને કાકીની હત્યા નિપજાવી દેવામાં આવેલ લાશ મળી આવી હતી. ઓસરીમાં લોહી લુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ પર મોટા તીક્ષ્ણ અને બોથડ હીથીયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ હાલતમાં લાશ મળી આવી હતી. અને ઘરવખરી તેમજ સરસામાન વેર વિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને તેમના ભત્રીજાએ સ્થાનિક સરપંચ સહિતના ગામ લોકોને જાણ કરી હતી. અને લાશને પીએમ અર્થે લીલીયા અને ત્યાર બાદ ભાવનગર ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.
તો આ બંને વૃદ્ધની લાશ ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવતા સમગ્ર ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોએ સરપંચને કરવામાં આવી હતી. સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો, ડોગ સ્કોવર્ડ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને આ ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. આ ડબલ મર્ડરની ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ચૂક્યા છે. અને આ હત્યા કોના દ્વારા અને કોણે કરી હશે તેને લઈને ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

