પતંગની દોરી વાગી જશે બાઈક ધીરે ચલાવવાનુ કહેતા ઉત્તરાયણના દિવસે જ સંજય ઠાકોરની હત્યા, બે આરોપીની ધરપકડ

અમદાવાદ ગ્રામ્યના (Ahmedabad rural) સાણંદમા ઉત્તરાયણના (Uttarayan) દિવસે ખુની ખેલ ખેલાયો હતો. પંતગની દોરી માટે બાઈક ધીમે ચલાવવાનુ કહેતા બે પક્ષો વચ્ચે થયેલી અઠડામણમા એક યુવકનુ મૃત્યુ થઈ હતી. સાણંદ પોલીસે (Sanand police) હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદના સાણંદ ગામમા સામાન્ય બાબતે થયેલી તકરારે હિસંક સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમા એક યુવકની હત્યા થતા સનસનાટી મચી ગઈ હતી.

ઉત્તરાયણના પર્વને લઈને સાણંદમા બજાર ધમધમી રહ્યું હતું ત્યારે બાઈક પર જઈ રહેલા અજય ભાટીયાનું બાઈક શાકભાજીનો ધંધો કરતા પવન રાણાની લારી સાથે ટકરાતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાનને લઈને અજય ભાટીયા, દીપરાજ ઠાકોર અને સંજય ઠાકોર તેમની લારીએ પહોચ્યા હતા.

જ્યાં બન્ને પક્ષો વચ્ચે અઠડામણ શરૂ થઈ હતી. આ અઠડામણમા સંજય ઠાકોરને છરીના ઘાં ઝીંકી દેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. પોલીસે ભીખા રાણા પવન રાણા અને મયુર ઉર્ફે મયલો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ કેસમા આરોપીના પરિવારના આક્ષેપ છે કે મરનાર અને તેના મિત્રોએ ઘરમા ઘુસીને તોડફોડ કરીને હુમલો કર્યો હતો. તેઓને દોરીથી બચવા બાઈક ધીમે ચલાવવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. દોરીથી બચવા ઠપકો આપવા અને બાઈક લારીથી અઠડાઈ જવાના વિવાદો વચ્ચે ખુની ખેલ સાણંદમા ખેલાયો હતો.

સંજય ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમા તગદીલી જેવુ વાતાવરણ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.. બાઈક અઠડાવવા બાબતની સામાન્ય તકરારમા બે પક્ષો વચ્ચે થયેલા ઘર્સણમા સંજય ઠાકોરની હત્યા થઈ હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.

સાણંદ પોલીસે હત્યા અને મારામારીની ક્રોસ ફરિયાદ નોંધીને પવન રાણા અને ભીખા રાણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી.સાણંદમા ખેલાયેલા ખુની ખેલમા મૃતક અને તેના ભાઈઓ આરોપીની ઘરે હુમલો કરવા માટે પહોચ્યાં હોવાનુ પોલીસને પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ છે. આ હત્યા કેસમા મયુર ઉર્ફે મયલો નામનો આરોપી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો