મર્ડર મિસ્ટ્રી પરથી ઉઠ્યો પડદો! મિત્ર સાથે અચાનક ઘરે પહોંચી પત્ની, ચોંકી ગયો પતિ પછી ખેલાયો ખૂની ખેલ, પત્નીની ધરપકડ

છત્તિરગઢના (chhattisgarh) રાયપુર જિલ્લાના સરોના સ્થિતિ BSUP કોલોનીમાં 2 દિવસ પહેલા થયેલા હત્યા કાંડ ઉપરથી પરદો ઉઠ્યો છે. આ મામલે પોલીસે (police) મૃતકની પત્નીની ધરપકડ (wife arrested) કરી હતી. હત્યા પત્ની અને તેના મિત્રોએ મળીને કરી હતી.

દંપતી વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. ઘટનાના દિવસે પત્ની દોસ્ત સાથે ઘરે પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ પત્નીને મારવા માટે હાથ ઉગામ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન પતિને ધક્કો વાગ્યો હતો અને પતિનું માથું દિવાલ સાથે ટકરાયું હતું. જેનાથી તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્ની રીવા મધ્ય પ્રદેશ ભાગી ગઈ હતી. તેનો મિત્ર પણ ફરાર છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક વિનય ચંદ્ર શુક્લાની પત્ની કંચને રીવાથી પોતાની ભત્રીજીને કોલ કરીને જણાવ્યું હતું કે, વિનય પોતાના રૂમમાં બેહોશ પડ્યો છે. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વિનયનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ પોલીસે શુક્રવારે રીવાથી કંચનને રાયપુર બોલાવી હતી. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકની ભત્રીજી હર્ષિતાએ પોલીસને જણાવ્યું કે, વિનય અને કંચન વચ્ચે લાંબા સમયથી અનબન ચાલી રહી હતી. એટલા માટે બંને સાથે રહેતા ન હતા. કંચન રીવામાં રહેતી હતી.

8 ડિસેમ્બરે કંચન પોતાના મિત્ર હરિઓમ કુશવાહ સાથે વિનયને મળવા માટે આવી હતી. પૈસા અને ઘરેણાં અંગે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન વિનયે કંચનનું ગળું પકડી લીધું હતું. જેથી કંચને તેને ધક્કો માર્યો હતો. જ્યાં ખાટલા સાથે ટકરાઈને ઈજાગ્રસ્ત થયો હતો.

વિનય ફરીથી કંચન ઉપર હુમલો કરે તે પહેલા કંચન અને હરિઓમ બંને મળીને તેનું માંથુ દિવાલ સાથે ભટકાવ્યું હતું. જેના પગલે વિનય બેહોશ થઈને નીચે પડી ગયો હતો. વધારે લોહી નીકળતા તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો