મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “માં વાત્સલ્ય” યોજના.

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમવર્ગના કુટુંબો પોતાની આવકનો મોટોભાગ ગંભીર રોગોની સારવાર પાછળ ખર્ચતા હોય છે. જેથી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અનેમધ્યમવર્ગના કુટુંબોને ગંભીર પ્રકારની બિમારીના રોગોની સારવારમાં મદદ કરવા સરકારકટિબધ્ધ છે. આમ, લાભાર્થીઓને ગંભીર પ્રકારની બિમારીઓમાં કેશલેસ સારવાર, એક ઉત્તમપ્રકારની ગુણવત્તાસભર તબીબી સારવાર અને ઉંચા તબીબી ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા મળી રહેતે માટે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મુખ્યમંત્રીઅમૃતમ (મા) યોજના તા.ઝાલો૨૦૧૨થી અમલમાં મુકેલ. તેમજ યોજનાની સફળતાને ધ્યાને લઇરાજય સરકારે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાનો વ્યાપ વધારી વર્ષ ૨૦૧૪-૧૫માં “વાર્ષિક રૂ.૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિ).માટે મુખ્યમંત્રી અમૃતમ “મા વાત્સલ્ય” યોજના ૧૫/૦૮/૨૦૧૪ થી અમલી કરેલ છે.

• વર્ષ ૨૦૧૭-૧૮માં “મા વાત્સલ્ય યોજના અંતર્ગત મધ્યમવર્ગના પરિવારની આવક મર્યાદા વધારીને વાર્ષિક રૂ. 2.50 લાખ કરેલ છે.

• વર્ષ ૨૦૧૬થી યુ.વીન કાર્ડ ધારકોને પણ આ યોજના હેઠળ આવરી લીધેલ છે.

• ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કુટુંબના મહત્તમ ૫ વ્યક્તિને કુટુંબના વડા, પત્ની અને ૩ આશ્રિતો લાભ મળવાપાત્ર છે. નવજાત શીશુને છઠ્ઠા સભ્ય તરીકે આ યોજનામાં આવરી લેવામાં આવે છે.

• યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા- જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/- ચુકવવામાં આવે છે.

• ગંભીર બિમારીઓ માટે લાભાર્થી કુટુંબોને “મા” તથા “મા વાત્સલ્ય” યોજના હેઠળ –

બર્ન્સ(દાઝેલા), હદયના ગંભીર રોગો, કીડનીના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીઓથેરાપી) જેવી બિમારીઓની કુલ- ૬૨૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.

લાભાર્થીઓ –

• મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના હેઠળ ગુજરાત રાજ્યના તમામ ૩૩ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા (ગ્રામ વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગની યાદી મુજબ) અંદાજે ૪૧.૫૦ લાખ કુટુંબોનો સમાવેશ થાય છે.

• “મા વાત્સલ્ય યોજના હેઠળ રાજ્યના તમામ ૩૩ જીલ્લાઓના વાર્ષિક રૂ. ૧.૫૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગના પરિવારોનો સમાવેશ થાય છે.

“મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ-

•યોજના હેઠળ લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું QR (Quick response) “મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ
આપવામાં આવે છે. “મા” કાર્ડ દ્વારા લાભાર્થીઓની યોગ્ય ઓળખ કરી શકાય છે અને ખોટા લાભાર્થીઓને ઓળખી તેને કાબુમાં રાખી શકાય છે.

• “મા” તથા “મા વાત્સલ્ય” યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા કિઓસ્કાસીવીક સેન્ટર કિઓસ્ક પરથી મેળવી શકાય છે. નોંધણી માટે તાલુકા કક્ષાએ કિઓસ્ક તેમજ સીટી સિવીક કક્ષાએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

• તા. ૨૬૦૧/૨૦૧૬ થી ૩૩ જીલ્લાઓમાં મોબાઇલ કિયોસ્ક થકી ગામેગામ બાકી રહી ગયેલ લાભાર્થીઓની નોંધણી કરવાનું આયોજન કરેલ છે.

• “મા વાત્સલ્ય” યોજના હેઠળ “મા વાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજીયાત છે. જેના માટે નીચે જણાવેલ નિયત (અધિકૃત) અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી રૂ. ૧.૫૦ લાખ (એક લાખ પચાસ હજાર પુરા) કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવે છે તે પ્રમાણેનો આવકનો દાખલો લાભાર્થી પરિવારે મેળવવાનો રહે છે, જે ત્રણ વર્ષ સુધી ગ્રાહ્ય રાખેલ છે.

૦ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટરશ્રી/મદદનીશ કલેક્ટરા પ્રાંત ઓફીસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારા સીટી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર

યોજનાની માહિતી:-

• યોજના હેઠળ લાભાર્થીઓ માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે, હોસ્પિટલ આ બધા માટે કોઇ જ ચાર્જ વસુલ કરી શકે નહી. આમ, “મા” અને “મા વાત્સલ્ય” યોજના હેઠળ લાભાર્થી તદ્દન મફત સારવાર મેળવી શકે છે.

• યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

• “મા” કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલો માં જઇ ને લાભ લઇ શકે છે.

• મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના યોજના હેલ્થ એસ્યોરન્સ આધારિત છે જેમાં કોઇ પણ વીમા કંપનીનો સમાવેશ થતો નથી.

•મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના હેઠળ સ્પર્ધાત્મક ઇ-ટેનડરિંગ ટેકનીકલ અને ફાઇનાન્સીયલ બીડ) મારફતે બજાર ભાવે વિવિધ પ્રોસીઝરના પેકેજ રેટ નક્કી કરવામાં આવેલ.

• યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ પાસે NABH/JCI/ACHS or any other accreditation body approved by International society for Quality in Healthcare નું પ્રમાણપત્ર હોય અને તેમાં રજીસ્ટર થયેલી હોય તેમને રાજ્ય દ્વારા “મા” પેકેજ દરો કરતા ૧૦% વધારે ક્વોલિટિ ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.

• યોજનાના પ્રચાર પ્રસાર માટે પણ રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરેલ છે, જેમાં યોજના હેઠળ મેગા હેલ્થ કેમ્પ, હેલ્થ કેમ્પ થયેલ છે તેમજ તમામ સરકારી હોસ્પિટલો તેમજ બસ સ્ટેશન ઉપર હોર્ડિંગ્સ લગાડવામાં આવેલ છે. અને રેડીયો, ટી.વી., ન્યુઝ પેપર, બસ પેનલ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. અને આશા બહેનોને બી.પી.એલ કુટુંબોની નોંધણી માટે રૂ. ૧૦૦/- રજીસ્ટ્રેશન દીઠ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. આશા બહેનો/ લિંક વર્કરા ઉષા બહેનોનો ઉત્સાહ વધારવા માટે મોબાઇલ કિઓસ્ક પરથી નીકળતા પ્રતિ કાર્ડ દીઠ રૂ. રા- આપવામાં આવે છે. લાભાર્થીઓને મુઝવણમાં માર્ગદર્શન પુરૂ પાડવા સારુ દરેક હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરેલ છે.

• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને ૨૦, સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ સ્માર્ટ ગવર્નન્સ ૨૦૧૪ માટે પ્રતિષ્ઠિત “પ્લેટિનમ સ્કોચ એવોર્ડ આપવામાં આવેલ.

• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને ૧૩, ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રતિષ્ઠિત “સીએસઆઇ – નીહીલન્ટ ઇ –પ્રશાસન” પુરસ્કાર આપવામાં આવેલ.

• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને જયપુરમાં હેલ્થકેર સમિત ૨૦૧૬માં “બેસ્ટ એફોર્ડેબલ હેલ્થકેર ઇનીશીયેટીવનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

• મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના ની વધુ જાણકારી મળી રહે તે માટે ટૉલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ તેમજ www.magujarat.com વેબસાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

મુખ્યમત્રી અમૃતમ“મા” અને મા “વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની યાદી

ક્રમ     હોસ્પિટલ નુ નામ           શહેર

1 આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ

2 નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ

3 HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ

4 બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ

7 રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ

6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ

7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ

8 મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ

9 GCS મેડીકલ કોલેજ અમદાવાદ

10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ

11 જયદીપ હોસ્પિટલ અમદાવાદ

12 પારેખ હોસ્પિટલ અમદાવાદ

13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

16 સિવિલ હોસ્પિટલ અમદાવાદ

17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ

18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ

19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ

20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ

21 જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ

22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ

23 ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત

25 હનુમંત હોસ્પિટલ ભાવનગર

26 HCG હોસ્પિટલ ભાવનગર

27 ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર

28 ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ

29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર

30 GOENKA હોસ્પિટલ ગાંધીનગર

31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર

32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર

33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ

34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા

35 AIMS હોસ્પિટલ કચ્છ

36 બા કેન્સર હોસ્પીટલ નવસારી

37 ઓરેન્જ હોસ્પિટલ નવસારી

38 યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી

39 યશકીન હોસ્પિટલ નવસારી

40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર

41 પાટણ જનતા હોસ્પિટલ પાટણ

42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ

43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ

44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ

45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ

47 એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ

48 યુનિકેર હોસ્પિટલ રાજકોટ

49 એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ

50 સિવિલ હોસ્પિટલ રાજકોટ

51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા

52 ભારત કેન્સર હોસ્પિટલ સુરત

53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત

54 પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત

55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત

56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત

57 લાઈફ લાઈન હોસ્પિટલ સુરત

58 લિઓન્સ હોસ્પિટલ સુરત

59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત

60 યુંનીકેર હોસ્પિટલ સુરત

61 વોકહાર્ટ હોસ્પિટલ સુરત

62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત

63 સિવિલ હોસ્પિટલ સુરત

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા

65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા

66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા

67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા

68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

69 મુની સેવા આશ્રમ વડોદરા

70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા

71 હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા

72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા

74 રીધમ હોસ્પિટલ વડોદરા

75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

76 મેટ્રો હોસ્પિટલ વડોદરા

77 SCHVIJK હોસ્પિટલ વડોદરા

78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા

79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા

80 GMERS મેડીકલ વલસાડ વડોદરા

81 નાડકારની હોસ્પિટલ વલસાડ

82 GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ

મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો