આજે ક્યાં ઉદ્યોગપતિ નો બર્થ ડે છે? જાણો અહીં ક્લિક કરીને 

સુરતઃ હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે.

સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ

સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી 1970માં જન્મેલા મુકેશભાઈ પરિવારમાં સૌથી મોટા છે. મુકેશભાઈના જન્મ બાદ મનજીભાઈ તેમના પરિવાર સાથે પાલિતાણા નજીકના નાની માળ ગામેથી સુરત આવી ગયા હતાં. મુકેશભાઈએ સુરતમાં જ એસએસસી સુધીનો અભ્યાસ કર્યો અને જોડાઈ ગયા પિતાના હીરાના વ્યવસાયમાં. પિતાએ શરૂઆતમાં નાના પાયે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં જોડાયા બાદ મુકેશભાઈએ પકડી હતી મુંબઈની વાટ.

જાળી

માયાનગરીમાં રહ્યા 25 વર્ષ

મુકેશભાઈ પટેલે હીરાના વ્યવસાયથી શરૂઆત કરીને મુંબઈની પસંદગી કરી હતી. દેશ વિદેશમાં હીરાના કામ માટે આવતાં જતાં મુકેશભાઈ 25 વર્ષ સુધી મુંબઈમાં રહ્યાં હતાં. ધંધાર્થે મુકેશભાઈએ બેલ્જિય સહિતના દેશોનો પ્રવાસમાં વ્યસ્ત રહેતા હતાં. માયાનગરી મુંબઈમાં હીરાને પારખતાં પારખતાં મુકેશભાઈ પણ ઘડાઈ ગયા. અને બાદમાં માયાનગરીની ચમક-દમક છોડીને આવી ગયા સુરત.

દીકરાને ભણાવ્યો લંડન

એરેન્જ મેરેજ કરી લગ્ન જીવન કરનારા મુકેશભાઈ છેલ્લા આઠેક વર્ષથી સુરત આવી ગયા છે. સુખી, સંપન્ન જીવન જીવતા મુકેશભાઈને પરિવારમાં બે પુત્રો છે. અને  સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટર સામે આવેલા શુભમ બંગ્લોઝમાં રહે છે. પોતે ઓછુ ભણ્યા હોવાનો રંજ રાખ્યા વગર બન્ને પુત્રોને ખૂબ ભણાવ્યા છે. જેમાં મોટો દીકરાને તો લંડનમાં અભ્યાસ કરાવ્યો છે.

સુરતમાં હીરા- જમીન મકાન અને મનોરંજનના વ્યવસાયમાં ઝુકાવ્યું

મુકેશભાઈ પટેલે 25 વર્ષ મુંબઈ રહ્યા બાદ છેલ્લા આઠેક વર્ષથી સુરતમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિન્દવા ગૃપના નામે મુકેશભાઈ રિઅલ અસ્ટેટમાં જોડાયેલા છે. જે અમદાવાદ, મુંબઈ, સુરત સહિતના વિસ્તારોમાં મકાનો અને દુકાનો બાંધવાનું કામ કરે છે.તો કાર્બન ક્રિએશનના નામથી તેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે માઈનિંગનું પણ કામ તેમની કંપની કરે છે. અને મનોરંજન ક્ષેત્રમાં તેઓ અમેઝીયા એમ્યુઝમેન્ટ પાર્ક થોડા સમય અગાઉ જ ખુલ્લો મુક્યો હતો.

યુવાનોને મુકેશભાઈનો સંદેશ 

સંદેશ વિષે મુકેશભાઈએ કહ્યું કે, આપણે કોણ છીએ સંદેશ આપનારા પરંતુ મારી લાઈફમાંથી જે શિખ્યો છું તે કહું તો નસીબ ઉપર સંપૂર્ણ આધાર રાખવાની જગ્યાએ સખત મહેનત કરવી જોઈએ. જેનું ફળ આજે નહીં તો કાલે અવશ્ય મળશે. જે મને મળ્યું છે તેથી જ કહું છું કે, પરિશ્રમને જ પારસમણી બનાવો. પારસમણી જેવી કોઈ વસ્તુ હોતી નથી. અને સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ જ નથી.

સમાજને સાચો માર્ગ ન મળ્યો તેનું દુઃખ

સતત હસતો ચહેરો અને મળતાવડા સ્વભાવના મુકેશભાઈએ જણાવ્યું હતું કે, જીવનમાં દુઃખી થયો હોય તેવું યાદ જ નથી. સતત હસતા રહો અને મોજમાં રહો તો કોઈપણ વસ્તુ તમને દુઃખી કરી શકતી નથી. હું તો દુઃખમાંથી પણ સુખ શોધી લઉં છું. અથવા તો દુઃખી થવાના પ્રસંગને ખુશ થવામાં પલટી દઉં છું. જેથી દુઃખ જેવી સમસ્યાઓ જ રહેતી નથી.

ભાઈને ત્યાં દીકરી જન્મી તે ક્ષણ સૌથી બેસ્ટ

ખુશમીજાજી સ્વભાવના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખુશ થવાના પ્રસંગો તો ઘણા છે જેમ કે, આપણા ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે મારા સહિત દેશ માટે ખુશીનો પ્રસંગ હતો. પરંતુ મારા ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે સૌથી વધુ ખુશ હતો. જેની ખુશી કદાચ શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી.

રાજકારણમાં ક્યારે નહીં જોડાય

કુશળ રાજકારણી કરતાં પણ વધુ ચોક્કસાઈથી કામ કરતાં અને નેતાઓથી પણ ચડીયાતા ગુણો ધરાવતાં મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં હું ક્યારેય જોડાઈશ નહીં. રાજકારણમાં જવાની મારી ક્યારેય ઈચ્છા થઈ નથી અને થશે પણ નહીં. સમાજ માટે જો કોઈ કામ કરવું હોય તો એમ પણ થઈ શકે છે. જેથી રાજકારણમાં જઈને જ કામ થાય તેમ હું માનતો નથી તેમ મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો