‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર મુકેશ ખન્ના ભડક્યા, કહ્યું- શું તમે ફિલ્મનું નામ ‘અલ્લાહ બોમ્બ’ કે ‘બદમાશ જીઝસ’ રાખી શકો છો?
‘મહાભારત’ના ભીષ્મ એટલે કે મુકેશ ખન્ના છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડ અને તેની કાર્યશૈલી પર હુમલો કરતા રહે છે. હાલમાં જ તેમણે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે હિંદુત્વની મજાક ઉડાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
જનતાને વિરોધ કરવાની અપીલ કરી
મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. મને જો પૂછવામાં આવે તો હું એટલું જ કહીશ કે હાલમાં બૅન યોગ્ય નથી. હજી તો માત્ર ટ્રેલર આવ્યું છે, ફિલ્મ આવવાની બાકી છે. લક્ષ્મીની આગળ બોમ્બ લગાવવું એ મજાકભર્યું લાગે છે. શું તમે ‘અલ્લાહ બોમ્બ’ કે ‘બદમાશ જીઝસ’ એ રીતે ફિલ્મના નામ રાખી શકો છો? નહીં ને તો પછી ‘લક્ષ્મી બોમ્બ’ કેવી રીતે? આ ધૃષ્ટતા ફિલ્મી લોકો એટલા માટે કરતા હોય છે કે તેમને ખબર છે કે આમાં ચર્ચા થશે, લોકો બૂમો પાડશે અને પછી ચૂપ થઈ જશે. આ રીતે ફિલ્મનું પ્રમોશન પણ થઈ જશે. આવું બનતું રહેશે, આને અટકાવવું પડશે. આ માત્ર જનતા જનાર્દન જ કરી શકશે’
મુકેશે કહ્યું- ‘લક્ષ્મી બોમ્બ’ને ડિફ્યૂઝ કરો
મુકેશ ખન્નાએ આગળ કહ્યું હતું, ‘એક વાત સ્પષ્ટ છે કે આ કમર્શિયલ લોકોમાં હિંદુઓનો ડર કે ખૌફ સહેજ પણ નથી. તેઓ તેમને સહિષ્ણુ માને છે. સોફ્ટ ટાર્ગેટ સમજે છે. તેમને ખ્યાલ છે કે કોઈ બીજા ધર્મ કે સંપ્રદાય પર વિવાદ થાય તો તલવારો ઉછળે છે. આથી તેઓ તે રીતના ટાઈટલ બનાવતા નથી. ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પસાર કર્યા બાદ હું દાવા સાથે કહી શકું છું કે દરેક પ્રોડ્યૂસર પોતાની ફિલ્મને હિટ કરાવવા આવું કરતા હોય છે. ‘લક્ષ્મી બોમ્બ’ આમાંથી જ એક છે અને તેને ડિફ્યૂઝ કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

