કોરોનાથી સાજા થયા બાદ ડાયાબીટીસના દર્દીઓ ઉપર મ્યુકરમાઈકોસિસનું જોખમ, રોગના લક્ષણો શું છે? અને શુ સાવચેતી રાખવી જોઈએ? જાણો

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ENT અને ડેન્ટલ વિભાગમાં છેલ્લા દસ દિવસમાં 80થી વધુ કેસો સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મ્યુકોરમાઇકોસિસ નામનો આ જીવલેણ રોગ કોરોના થયા બાદ સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ અને જેને કોરોનામાં સ્ટીરોઈડ લીધા હોય તેમને થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં 22 દર્દીઓ અને ENT વિભાગમાં 60 દર્દીઓ હાલ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગ વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સરકારી ડેન્ટલ કોલેજના ડિન ડો. ગીરીશ પરમારે જણાવી માહિતી..

પ્રશ્ન : મ્યુકોરમાઇકોસિસ રોગના લક્ષણો શું છે?

ડો. ગીરીશ : આ રોગમાં આંખ, નાક અને દાંતને લગતાં લક્ષણો જોવા મળે છે. છેવટે આ રોગ મગજમાં પણ પ્રસરે છે. દાંતને લગતા લક્ષણોમાં પેઢામાં સોજો આવવો, પરું થવું, મજબૂત દાંત હલવા માંડે, તાળવે ચામડીનો રંગ બદલાઈ જાય અને કાળો પડી જાય, જડબું, દાંત અને આંખના હાડકા ઉધઈની જેમ ખવાઈ જાય છે. નાકમાં સોજો આવી જાય છે. મગજ સુધી આ પ્રસરી જાય તો મગજમાં ખૂબ જ દુખાવો થાય અને આંખનો ડોળો પણ બહાર આવી જાય છે.

પ્રશ્ન : કોરોનાની પ્રથમ લહેરમાં કેવા લક્ષણો અને પરિસ્થિતિ હતી? અત્યારે બીજી લહેરમાં શું પરિસ્થિતિ છે?

ડો. ગીરીશ : કોરોનાની પહેલી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીની સંખ્યા ઘણી ઓછી હતી. દરરોજ ઓપીડીમાં 2 કે 3 કેસ આવતા હતા. બીજી લહેરમાં રોજના 5થી 7 દર્દીઓ આવે છે. ડેન્ટલ વોર્ડમાં 22 જેટલા દર્દીઓ હાલ છે. જે તમામ આ રોગના લક્ષણોવાળા જ દર્દીઓ છે. દરરોજ અમારે 4થી 5 સર્જરી કરવી પડે છે અને અત્યાર સુધીમાં અમે 61 સર્જરી કરી ચુક્યા છીએ.

પ્રશ્ન : મ્યુકોરમાઇકોસિસ રોગ થવાનું મુખ્ય કારણ શું છે અને કોરોના દરમ્યાન થાય છે કે કોરોનાથી સાજા થયા બાદ થાય છે?

ડો. ગીરીશ : કોરોનાની સારવાર દરમ્યાન જે દર્દીઓને પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય, જે દર્દીઓને સ્ટીરોઈડ આપવામાં આવ્યુ હોય તેમજ જે ડાયાબિટીશના દર્દી હોય તેમને આ પ્રકારના રોગ અને તેમનામાં લક્ષણો જોવા મળે છે. કોરોનાનો રોગ થયાના પાંચ કે પંદર દિવસની અંદર આ રોગના લક્ષણો સામે આવે છે.

પ્રશ્ન : મ્યુકોરમાઇકોસિસ રોગ ન થાય તેના માટે શુ સાવચેતી રાખવી જોઈએ?

ડો. ગીરીશ : રાજય સરકાર આ રોગની સારવાર માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. જેમકે ડાયાબિટીસના દર્દીઓ હોય તો સારવાર વખતે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તે ધ્યાન પર લેવામાં આવે. સ્ટીરોઈડનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઓક્સિજનનું પ્રમાણ અને ક્વોલિટી પણ જરૂરી ભાગ ભજવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો