મધ્યપ્રદેશમાં બનશે કાગવડના ખોડલધામ જેવું ભવ્ય મંદિર

રાજકોટ: કાગવડમાં આવેલું ખોડલધામ મંદિરની ખ્યાતિ દેશ-વિદેશમાં થઈ રહી છે.ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ આવું જ ખોડલધામ બની શકે છે ખોડલધામની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવા માટે મધ્યપ્રદેશના પાટીદારોની એક ટીમે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી.

મધ્યપ્રદેશના જંબુવા,ધાર અને રતલામ જીલ્લાના 160 જેટલા પાટીદાર પ્રતિનિધીઓએ ખોડલધામના પ્રતિનિધિઓ અને ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી અને 3 જીલ્લાના વિસ્તારમાં ખોડલધામ જેવા મંદિરનું નિર્માણ કરવા કનિદૈ લાકિઅ માટે શું કરવું તેના પર માર્ગદર્શન મેળવ્યું હતું સાથે જ મંદિરના ટ્રસ્ટના નિર્માણ, મંદિરના બાંધકામ અને તેની તમામ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો