મોંઢામાં પડેલા ચાંદા મટાડવા અજમાવો આ ઘરેલુ ઉપાય, અચૂક મળશે રાહત

અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. તેનો ઈલાજ કોઈ મોંઘો નથી પણ ઘરેલુ અને સરળ છે. ઘરે જ કેટલાક ઉપાયો અપનાવીને તમે તેનાથી બચી શકો છો.

જાણો ચાંદાથી છુટકારો મેળવવાના સચોટ ઉપાયો

1. મીઠાનું પાણી – મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરો.

2. બેકિંગ સોડા – મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જશે.

3. આલુનું જ્યુસ – આલુના જ્યુસને માઉઠવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો.

4. ફટકડી – ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. આ વાતને ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે.

5. ટી બેગ – મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.

6. ચા ના ઝાડનું તેલ – ચાના ઝાડનું તેલને પણ ત્વચાના કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢાના ચાંદાને દૂર કરવા માટે તેને 90 ટકા પાણીમાં 10 ટકા ચા ના ઝાડનું તેલ મિક્સ કરીન દિવસમાં બે વાર કોગળા કરો. આવુ કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે.

7. જામફળના પાન – જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.

8. ઈલાયચી – ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.

9. લીમડાના પાન – લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. . આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.

10. હળદર – હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો