માઉન્ટ આબુ ફરવાના શોખીનો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ડંડીનો પારો ગગડતા તાપમાન પહોંચ્યું નીચે. જાણો વિગતે

શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધું હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

ગુજરાત રાજ્યના બનાસકાંઠાને અડીને આવેલા અને પર્યટકો માટે સ્વર્ગ સમાન તેમજ શિયાળાના સમયે મિની કાશ્મીર તરીકે માનવામાં આવતા ગિરિમથક માઉન્ટ આબુમાં વાદળછાયા વાતાવરણના લીધે શનિવારે લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું.

માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં બરફની આછી ચાદર છવાઈ હતી. જોકે, સ્થાનિકોના મતે આ સીઝનમાં પહેલીવાર આબુમાં બરફની છારી જોવા મળી છે. એટલે કે હવે માઉન્ટ આબુમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી વકી છે.

જોકે, એક જ રાતમાં 3.6 ડિગ્રી તાપમાનમાં ઘટાડા સાથે રવિવારે લઘુતમ તાપમાન 2.4 નોંધાતા પર્યટક સહિત સ્થાનિક નગરજનોએ શિયાળાની ગુલાબી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત સૌથી નીચું નોંધાતા ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલા વાહનો સહિત બાગ બગીચાઓમાં બરફ્ની છારી બાજી ગઈ હતી અને લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો સહિત તાપણાનો આશરો લીધો હતો.

આબુમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાત્રે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી. સ્થાનિકોએ ફૂટપટ્ટી અને સૂપડીની મદદથી બરફની છારી કાઢી હતી. આ મોસને ઉજવવા માટે ગિરિમથકમાં દૂરદૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા.

રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે.અને નલિયાનુ લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના સીમાડે આવેલા ગિરિમથક માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા તાપમાન 2 ડિગ્રીએ પહોંચ્યું છે. આબુમાં ઠંડીનો પારો ગગડતા સિઝનમાં પહેલી વાર બરફની ચાદર છવાઈ છે.

રાજ્યમાં અમદાવાદ અને ડીસા, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરનું લઘુત્તમ તાપમાન પણ ગગડ્યું છે. ડીસામાં તાપમાનનો પારો 12.5 ડિગ્રી, અમદાવાદમાં 14.3 ડિગ્રી, રાજકોટ 13.3 ડિગ્રી, ભૂજ 13.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 13.1 ડિગ્રી, ગાંધીનગર અને સુરત 17 ડિગ્રી તેમજ વડોદરાનું તાપમાન 16. ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો