લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો શું છે કાયદો

RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને દરેક શહેરના શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં. નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવામાં આવે તો મેમો ફાડવામાં આવી રહ્યો છે. જો કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના અનુસાર તમે ટ્રાફિક પોલિસ કોઈ પણ ડોક્યૂમેન્ટ માંગે અને તરત જ ન બતાવો તો તે ગુનો નથી.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં. આનો અર્થ એ છે કે જો વાહન ચાલક દાવો કરે છે કે તે 15 દિવસમાં ડોક્યૂમેન્ટ્સ બતાવી દેશે તો પોલીસ કે આરટીઓ તે વાહન ચાલકનો મેમો ફાડી શકે નહીં. આ પછી વાહન ચાલકે તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાના રહે છે.

મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમ 158ના આધારે એક્સીડન્ટ થાય કે કોઈ ખાસ કેસમાં પણ ડોક્યૂમેન્ટ્સ બતાવવાનો સમય 7 દિવસનો મળે છે. જો ટ્રાફિક પોલીસ RC, DL, ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ, PUC અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવા માટે મેમો ફાડે છે તો ચાલક પાસે કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરવાનો વિકલ્પ હોય છે.

જો કે સૅક્શન 207 પ્રમાણે ટ્રાફિક પોલીસ તમે જ્યાં સુધી માન્ય ડૉક્યુમેન્ટ્સ બતાવો નહીં અને અધિકારી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તમારું વાહન જપ્ત કરી શકવાની સત્તા છે.

ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે મેમો ફાડે છે તો તેનો અર્થ એ નથી કે વાહન ચાલકે તરત જ મેમો ભરવો પડે. તે મેમો કોર્ટનો કોઈ આદેશ નથી. તમે તેની વિરુદ્ધમાં કોર્ટમાં અપીલ કરી શકો છો. કોર્ટને લાગે કે વાહન ચાલકની પાસે બધા ડોક્યૂમેન્ટ્સ છે અને તેને રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો નથી તો તે દંડની રકમ માફ કરી શકે છે.

જ્યારે મેમો ફાડવામાં આવે ત્યારે એક વિટનેસની સિગ્નેચર હોવી જરૂરી છે. કોર્ટમાં સમરી ટ્રાયલ સમયે ટ્રાફિક પોલીસે વિટનેસ સાથે રાખવો જરૂરી છે. જો પોલીસ વિટનેસ રજૂ કરી શકતી નથી તો તેનો ફાયદો વાહન ચાલકને મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો