વડોદરામાં સ્વાર્થી દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મુકતા રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, કહ્યું: ‘મારો દીકરો મને મારે છે ખાવા આપતો નથી મારી મદદ કરો’

કોરોના વાઈરસની મહામારીમાં સરકારી, અર્ધસરકારી તંત્ર, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી લોકો કફોડી સ્થિતીમાં મુકાયેલા લોકોની નિશ્વાર્થ મદદ કરી રહ્યા છે, જોકે વડોદરામાં દીકરાએ જ તેની માતા ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વાડી ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ પાસે 65 વર્ષિય રાધાબેન દીકરા ચેતન સાથે રહે છે. રાધાબેન આજે સવારે રડતા..રડતા.. કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને મળીને પોતાના દીકરા સામે ફરિયાદ કરી હતી. રાધાબેને કલેક્ટરને રજૂઆત કરી હતી કે, મારો દીકરો ચેતન મને મારે છે. ઘરમાં જમવાનું આપતો નથી. મારી મદદ કરો.. વૃદ્ધ રાધાબહેનની રજૂઆત સાંભળીને કલેક્ટરે 181 અભયમ ટીમને બોલાવી હતી. અને રાધાબહેનને અભયમ ટીમ સાથે તેઓના ઘરે રવાના કર્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કલેક્ટર કચેરીમાં માતાની આપવીતી સાંભળીને હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રડતા..રડતા..આવી પહોંચેલા રાધાબહેનને જોઇ કચેરીના પટાંગણમાં તેઓ પાસે પહોંચી ગયા હતા. અને તેઓની આપવીતી સાંભળી હતી. રાધાબહેને પુત્ર ચેતન મારતો હોવાનો અને જમવાનું આપતો ન હોવાનો આક્ષેપ કરતા હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. અને રાધાબહેન પ્રત્યે લાગણી બતાવી હતી. કેટલાક લોકોએ રાધાબહેનને ચા-નાસ્તો તેમજ જમવા માટેનું પૂછ્યું હતું. જોકે, રાધાબહેને માત્ર પુત્ર ચેતન સારી રાખે તેવી વ્યવસ્થા કરી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

કેટલાક લોકોએ કહ્યું કે, જનેતાને દુઃખ આપનાર દીકરાઓને જેલના હવાલે કરી દેવા જોઇએ

દીકરા દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારથી છૂટકારો મેળવવા માટે કલેક્ટર કચેરીમાં આવી પહોંચેલા રાધાબહેન ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાક લોકોએ કહ્યું કે, જનેતાને દુઃખ આપનાર દીકરાઓને જેલના હવાલે કરી દેવા જોઇએ. જોકે, 181 અભયમ ટીમે સમગ્ર મામલો પોતાના હાથમાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો