જેતપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, એમ્બ્યુલન્સ ન મળતા વિધવા માતા બીમાર પુત્રને રેંકડીમાં સુવડાવીને ધોમધખતા તાપમાં હોસ્પિટલે લાવી

કોરોના વાઇરસને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાંય ગરીબ લોકોના ઘરમાં કોઇ બીમાર પડે તો તેને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બને છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે જે માનવતાને હચમચાવી દે તેવો છે. વિધવા માતાનો દીકરો બીમાર પડતા તેને હોસ્પિટલ લઇ જવો હતો. પરંતુ લોકડાઉનમાં એમ્બ્યુલન્સ ન મળતા રેંકડીને જ એમ્બ્યુલન્સ બનાવી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. કરૂણતા એ છે કે હાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે અને આકરા તાપમાં માતા 2 કિલોમીટર સુધી રેંકડી ચલાવી દીકરાને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

થોડા સમય પહેલા દીકરાને એકસ્માત નડ્યો હતો. આથી દુખાવો વધતા હોસ્પિટલ લઇ જવાની નોબત આવી હતી. જેમ તેમ કરીને અને પરસેવો પાડીને માતા દીકરાને જેતપુર હોસ્પિટલ તો લાવી પરંતુ ફરજ પરના તબીબે તેને જૂનાગઢ રીફર કરવાનું કહ્યું હતું. માતાએ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું કહ્યું તો હોસ્પિટલ દ્વારા કોઇ એમ્બ્યુલન્સની સુવિધા નથી તેવું કહ્યું હતું. આથી માતાએ રેંકડીને જ એમ્બ્યુલન્સ બનાવી લીધી હતી. જૂનાગઢ લઇ જવા માટે એમ્બ્યુલન્સને ભાડાના પૈસા પણ નથી. આથી સુધરાઇમાં જાવ તેવું કહ્યું હતું અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવશે. ત્રણ મહિના પહેલા એક્સિડન્ટ થયું હતું. મણકાનું ઓપરેશ કરાવ્યું હતું. પરંતુ પાછો દુખાવો થાય છે. પેશાબમાં રસી થઇ ગયું છે. જેતપુરના ગાયત્રી મંદિર પાસેથી હું તેને રેંકડીમાં લઇને આવી છું. 108માં ફોન કર્યો હતો પરંતુ તેણે એવું કહ્યું કે જૂનાગઢ ગાડી ગઇ છે હાલ ખાલી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો