અમદાવાદમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: સરસપુરમાં હોસ્પિટલ સામે રોડ પર કોરોના પોઝિટિવ દીકરા સાથે ‘મા’ બેસી રહી, સ્ટાફ દરવાજો બંધ કરી તમાશો જોતો રહ્યો

કોરોનાએ સામાન્ય લોકોની જિંદગીમાં ભયંકર દિવસો દેખાડ્યા છે. જ્યારે એક દીકરો માની મદદ માટે દરેક સામે લડી લે છે, પરંતુ એક મા આજે લાચાર બની છે. તેના દીકરાની સારવાર માટે ‘મા’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના બહાર બેઠી છે. જાહેર રસ્તા પર બેઠેલી ‘મા’ તેના દીકરાને થોડી સારવાર મળી જાય એ માટે વલખાં મારે છે. એવા સમયમાં હોસ્પિટલના કર્મચારીઓ નફ્ફટ બનીને દરવાજો બંધ કરીને ‘મા’-દીકરાની યાતના જોઈ રહ્યા છે. આ સમયે એક અન્ય ધર્મનો યુવક ત્યાં આવે છે અને ‘મા’-દીકરાને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે મદદ કરે છે, પણ ત્યાં આ દર્દીની શું હાલત થઈ એ આ ‘મા’-દીકરો જ જાણે છે.

શારદાબેન હોસ્પિટલના ગેટ બહાર હૃદયને હચમચાવતા દૃશ્ય

કોરોનાએ દિવસ રાત લોકોને યાતના આપી રહી છે. લોકો પોતાના સ્વજનને લઈને આમથી તેમ સારવાર માટે મદદ માંગી રહ્યા છે. ત્યારે ખૂબ જ દુઃખદાયક અને લોકોને હચમચાવી દે તેવો વીડિયો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલની બહાર ખૂબ વરવા દૃશ્ય જોવા મળ્યા હતા. જ્યાં એક માતા દીકરાને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા પણ કોઈ ફાયદો થયો ન હતો.

ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા પરિવારનો દીકરો કોરોના પઝિટિવ આવ્યો હતો. કોરોનાનાા કારણે 35 વર્ષીય દીકરાની હાલત કફોડી બની અને ‘મા’ દીકરાની સારવાર માટે તેને લઈને શારદાબેન હોસ્પિટલ પહોંચી હતી. એક તરફ કર્ફ્યૂ ,108 ક્યાંય મળતી ન હતી અને ‘મા’ પોતાના દીકરાને બચાવવા હોસ્પિટલ પહોંચી તો હોસ્પિટલના કર્મચારીઓ મુખ્ય દરવાજો બંધ કરી દિધો અને ‘મા’લાચાર બની રસ્તા પર બેસી ગઈ હતી. આ બધું હોસ્પિટલના સ્ટાફ જોઈ રહ્યો હતો. જેને કોઈ મદદ કરતું ન હતું.

હોસ્પિટલમાં દાખલ કરાવવા કોઈ આગળ ન આવ્યું

આ સમયે ગોમતીપુર વિસ્તારમાં રહેતા આમીર પઠાણ ત્યાં પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, શારદાબેન હોસ્પિટલમાં દર્દીને કોઈ સારવાર આપવામાં ન આવી એટલું જ નહીં કોઈએ દર્દીના પેપર જોઈને અંદર જવાની મદદ પણ ન કરી જેથી ‘મા’અને દીકરાને રસ્તા પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.

કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ નહોતોઃ અધિકારી

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ દર્દી પાસે કોરોના પોઝિટિવ હોવા અંગે કોઈ રિપોર્ટ હતો નહીં. શારદાબેન હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ શંકાસ્પદના વોર્ડ નથી જેથી તેમને અસારવા 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ તેઓએ હોસ્પિટલની બહાર વીડિયો બનાવી અને ત્યાંથી તરત રવાના થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો