જામનગર પંથકમાં જન્મદાત્રીએ જ લીધો જીવ: માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ, માતા બચી ગઈ, બાળકો મરી ગયા

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) (Khambhalida Village) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં  (Well)પડી જતા ગામમાં દોડાદોડી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર થી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, પોલીસની તપાસમાં આ મામલે સામે આવ્યું કે ત્રણ સંતાનોની માતાએ માસૂમ બાળકોને લઈને કૂવામાં મોતની છલાંગ (Mass Suicide Attempt) લગાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા મોરારસાહેબના ખંભાળિયા તરીકે ઓળખાતા ખંભાલીડા ગામે રામસંગ તેજુભા જાડેજા ની વાડી માં ખેત મજૂરી માટે આવેલા નરેશભાઈ ભુરીયા નામના પરપ્રાંતીય મજૂર ના ત્રણ બાળકો કોઈપણ કારણોસર કૂવામાં ડૂબી ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને રેસ્ક્યુ હાથ કર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. દાહોદના વતની નરેશભાઈ ભુરીયા ના પત્ની મેસુડીબેન એ જ ત્રણેય બાળકોને કૂવામાં ફેંકી દઈને પોતે પણ કૂદી પડી હતી.

જોકે ગ્રામજનોએ તાત્કાલિક તેની માતાને કૂવામાંથી બહાર કાઢી લીધી હતી અને બાળકો રમતાં રમતાં ડૂબ્યા હોવાનું પ્રાથમિક રટણ કર્યું હતું. જો કે પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને કોઈપણ કારણોસર પોતાની બંને પુત્રી અને પુત્ર ને કૂવામાં ફેંકી દઈ પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હોવાનો ખુલાસો થયો છે.

આ દરમિયાન કૂવામાંથી ચાર વર્ષીય દિસુબેન નરેશભાઈ ભુરીયા, અઢી વર્ષીય માધુરી નરેશભાઈ ભુરીયા અને 1 વર્ષનો તનેશ નરેશભાઈ ભુરીયા ના મૃતદેહો હાથ લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક રોલ અને જામનગર ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ વેળાએ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા  છે. આમ આ માતાએ ક્યાં સંજોગોમાં સામૂહિક આત્મહત્યાના વિચારથી ઝંપલાવ્યું અને આવું  પગલું ભર્યુ તે પોલીસ તપાસમાં સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો