અમદાવાદમાં નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકીને તરછોડી, લોકમુખે વહેતી થઈ આવી ચર્ચાઓ…

ગુજરાતીમાં કહેવત છે, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’, આ પંક્તિ ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. એવું કહેવાય છે કે ભગવાને આખી દુનિયાનું સર્જન કર્યું, પરંતુ તેને એવું લાગ્યું કે હું બધે જગ્યાએ પહોંચી શકીશ નહીં, ત્યારે તેને માનું સર્જન કર્યું. એક મા શું હોય તે એક અનાથ બાળકને જઈને પુછો એટલે એની વ્યાખ્યા સમજાઈ જશે.

પરંતુ આજના યુગમાં જનેતા જ નિષ્ઠુર બનીને પોતાના બાળકને મોતના મુખમાં ધકેલતા સહેજ પણ વાર લગાડતી નથી. ત્યારે હાલ અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જે સાંભળીને તમારું હૃદય હચમચી જશે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી હાલ એક નિષ્ઠુર જનેતા દ્વારા ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા આંજણા ચોક પાસેથી આજે સવારે એક ફૂલ જેવડી માસૂમ બાળકી મળી આવી હતી. નિષ્ઠુર જનેતાને એવી તે કંઈ મજબૂરી હશે કે તેણી જન્મતાની સાથે જ બાળકીને તરછોડી દીધી હતી. પરંતુ એવું માની શકાય કે, નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે અથવા તો સાસરિયામાં પુત્ર પ્રેમની ઘેલછાના કારણે જન્મતાની સાથે બાળકીને તરછોડી દીધી હતી. ત્યારબાદ બાળકીને સ્થાનિક લોકોએ ભેગા મળીને 108 બોલાવી તેમને સુપરત કરી હતી.

બીજી બાજુ હાલ રાજ્યમાં નવજાત બાળકોના મોતના મામલે રાજકારણ ગરમાયું છે. સૌ કોઈ એ ગરીબડી માતાઓ માટે ચિંતા કરી રહ્યા છે જેના શિશુઓ જીવી નથી શક્યા ત્યારે સમાજમાં અમદાવાદ અને સુરતના બે કિસ્સાઓએ નિષ્ઠુર જનનીઓ વિરુદ્ધ ફીટકારની લાગણી વરસાવી છે. ગઈકાલે (સોમવારે) રાજ્યના સુરત શહેરમાંથી જે.સી.બી ઓપરેટરે ઝાડીમાં રડી રહેલા નવજાત બાળકને બચાવ્યું અને 108ને હવાલે કર્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો