માએ લજવી મમતા! પ્રેમી સાથે માને કઢંગી હાલતમાં જોઈ જતા દીકરો પોતાની પોલ ખોલી દેશે તેવા ડરથી મહિલાએ ભર્યું રૂવાંડા ઊભા કરી દે તેવું પગલું

તેલંગાણાના નલગોંડાના બુદ્ધારામ ગામમાં એક માએ દીકરાની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માએ દીકરાની હત્યા કેમ કરી તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. કથિત રીતે દીકરાએ પોતાના પિતાની સામે કેટલાક સીક્રેટ ખોલી નાખવાની માને ધમકી આપી હતી.

વાત એમ છે કે, મહિલાના અન્ય શખ્સ સાથે આડા સંબંધો હતા. જેના વિશે તેના દીકરાને જાણ થતા તેણે પિતાને સમગ્ર કરતૂત વિશે કહી દેવાની ધમકી આપી હતી. જે બાદ મહિલાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસનું કહેવું છે કે આરોપી મહિલા અને તેના કથિત પ્રેમીએ 9 વર્ષના બાળકની હત્યા કરી છે. શનિવારના રોજ મહિલાની અટકાયત કરાઈ હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. પહેલા તો, મહિલાએ પોલીસને તેમ કહ્યું કે, તેના દીકરાનું મોત આકસ્મિક રીતે થયું છે. જો કે, જ્યારે કડક રીતે પૂછપરછ કરવામાં આવી તો તેણે પતિ સાથે વિશ્વાસઘાત અને દીકરાની હત્યા કરવાની વાત સ્વીકારી લીધી.

કથિત રીતે, મહિલા છેલ્લા ઘણા સમયથી પ્રેમી સાથે રિલેશનશિપમાં હતી. થોડા સમય પહેલા તેના પતિને આ વિશે જાણ થતાં તેણે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવાનું કહ્યું હતું. તેમ છતાં મહિલાએ તેમ કર્યું નહીં.

ગત શુક્રવારે બપોરે, જ્યારે બાળક ઊંઘીને ઉઠ્યું તો તેણે પોતાની માતાને 60 વર્ષના અજાણ્યા શખ્સ સાથે કઢંગી હાલતમાં જોઈ. આ જોઈને ડઘાઈ ગયેલા બાળકે તમામ વાત તેના પિતાને જણાવી દેવાનું કહ્યું હતું. પોતાનું પોલ ખુલી જશે તેવા ડરથી મહિલાએ ઓશિકાનો ઉપયોગ કરીને બાળકનું ગળુ દબાવી હત્યા કરી નાખી.

ઘટના બાદ મહિલાએ પોતાના પાડોશીઓને કહ્યું કે, તેનો દીકરો બીમાર હતો, તેથી મૃત્યુ પામ્યો છે. નલગોંડા રુરલ સબ-ઈન્સ્પેક્ટર રાજશેખર રેડ્ડીએ વાતચીત કરતાં કહ્યું કે, ‘મહિલાના પાડોશીઓએ જણાવ્યું કે બાળક બીમાર હતો અને છેલ્લા ઘણા સમયથી કોઈ પ્રતિક્રિયા આપી રહ્યો નથી. પાડોશીઓએ જઈને જોયું તો બાળક મૃત્યુ પામ્યો હતો’.

પાડોશીઓએ આ વિશે બાળકના પિતાને જાણ કરી, જ્યારે તે ઘરે પહોંચ્યો અને જોયું તો બાળકનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસમાં મહિલાના પ્રેમીએ તેને મદદ કરી હોવાનું લાગી રહ્યું છે’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો