જુનાગઢની હૃદયદ્રાવક ઘટના: કોરોનાથી કંટાળી પતિએ આત્મહત્યા કરતા પત્નીએ પણ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

સામાન્ય રીતે આત્મહત્યાની ઘટનાઓ ગુજરાત સહિત દેશમાં છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢના (Junagadh) કેશોદમાં (keshod) બની છે. જ્યાં એક માતાએ પોતાના પુત્ર સાથે (Mother-Son) કૂવામાં કૂદીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાએ પોતાના પતિની આત્મહત્યા (husband suicide) બાદ આઘાત લાગ્યો હતો. અને પતિના મોત બાદ એકલી પડી ગઈ હતી. જેના પગલે પત્નીએ આ કમકમાટી ભર્યું પગલું ભર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા મોટી ઘંસારી ગામમાં 35 વર્ષીય નીતાબહેન અશોકભાઈ ચુડાસમાં પોતાના 4 વર્ષના પુત્ર હેત અશોકભાઈ ચુડાસમા સાથે રહેતા હતા. તેઓ આંગણવાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

જોકે, થોડા સમય પહેલા તેમના પતિ અશોકભાઈ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અશકોભાઈએ જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

આમ પતિના મોત બાદ નીતાબહેનને આઘાત લાગ્યો હતો. પતિના મોત બાદ તેમનો પરિવાર વેરવિખેર થયો હતો. અને તેઓ એકલા પડી ગયા હતા. આમ આઘાતમાં સરી પડેલા નીતાબહેને પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે નિતાબહેને પોતાના ચાર વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેના પગલે માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. આ કમકમાટી ભરી ઘટનાના પગલે નાના એવા મોટી ઘંસારી ગામમાં ચકચાર મચી ગઈ હતી.

ઉલ્લેખનિય છે કે અશોકભાઈ માંગરોળના મંડેર ગામમાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જો કે, 23 તારીખના રોજ અશોક ચુડાસમાને જૂનાગઢની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો