કોરોનાના કહેર વચ્ચે ડોક્ટર માનવતા ભૂલ્યો: સગર્ભાને ડોક્ટરે કાઢી મુકતા રોડ ઉપર જ પુત્રને જન્મ આપ્યો

લોકડાઉનના માહોલમાં લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ અચાનક દુઃખાવો ઉપડતા પરિવાર ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ રોડ ઉપર પ્રસુતિ થયા બાદ પ્રસુતાને કોઈ તબીબી સારવાર ન મળતા હાથમાં નવજાત બાળકને લઈ પ્રસુતા ઘરે ચાલી જવા મજબૂર બની હોવાનો પરિવારે ડોક્ટર પર આરોપ મુક્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ક્લિનિકમાંથી બહાર આવતા જ મહિલા રોડ પર ઢળી પડી

જલાલુદીન અન્સારી (પીડિત મહિલા ના પતિ) એ જણાવ્યું હતું કે હાલ કોરોના વાઇરસને લઈ લિંબાયત વિસ્તાર હોટ સ્પોટ જાહેર થયો છે. આવા સંજોગોમાં રવિવારની મોડી સાંજે તેમની સગર્ભા પત્ની જમીલાને અચાનક પ્રસુતિનો દુઃખાવો ઉપડતા પરિવારના સભ્યો ઘર નજીકના ખાનગી ડોક્ટરના ક્લિનિક પર લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક ચેકઅપ કરી ડોક્ટરે ઘરે ચાલી જવાની સલાહ આપી સવારે આવજો હજી સમય છે એમ કહીં કાઢી મુક્યાં હતા. આવા સંજોગોમાં પ્રસુતિની પીડા સાથે ક્લિનિક બહાર આવતા જ જમીલા રોડ ઉપર ઢળી પડી હતી અને ગણતરીની મિનિટોમાં બાળકને જન્મ આપ્યો હતો.

કોરોનાના કહેર વચ્ચે ડોક્ટર માનવતા ભૂલી ગયો

પરિવારજનો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબની બુમો પાડતા રહ્યા પણ કોઈ મદદે આવ્યું ન હતું. એટલું જ નહીં પણ બાળકના જન્મ બાદ નાળ કાપી દવા આપનાર ડોક્ટરે 8 હજારનું બિલ બનાવી રૂપિયાની માંગ કરી હતી. સાહેબ આટલા બધા રૂપિયા કેવી રીતે થાય એટલું જ પૂછતાં દવાખાનામાંથી કાઢી મુક્યા હતા. એક બાજુ પ્રસુતિ બાદનો દુઃખાવો અને બીજી બાજુ હાથમાં નવજાત બાળકને લઈ જમીલા ઘરે આવી ગઈ હતી. જમીલાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને જમીલાને આ ચોથી પ્રસુતિ હતી. કોરોનાના કહેર વચ્ચે એક ડોક્ટર માનવતા ભૂલી ગયો હોવાનું પહેલીવાર જોયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો