સુરતમાં અડધીરાત્રે સગર્ભા મહિલાને થયો કડવો અનુભવ, કુદરતે ફરીશતો મોકલીને કરી એવી રીતે મદદ કે જીવનભર યાદ રહેશે

લોકડાઉન અનેક રીતે યાદગાર રહેવાનું છે. લોકડાઉને અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ એ પણ સત્ય છે કે દુ:ખી વ્યક્તિની મદદ માટે અનેક હાથ સામે આવ્યા છે. શનિવારે રાત્રે સરથાણાના હોમગાર્ડ માટે જે મદદનો હાથ લંબાયો હતો તે તેને કાયમ માટે યાદગાર માટે યાદગાર બની ગયો હતો.

સરથાણા પોલીસ મથકમાં હોમગાર્ડને તરીકે ફરજ બજાવતા વિજય રાઠોડને બે પુત્રીઓ છે. પુત્રરત્ન માટે દંપતીએ બાધા રાખી હતી. ભગવાનની કૃપાથી આ હોમગાર્ડની પત્નીને ત્રીજીવાર ગર્ભવતી બની હતી અને આખો પરિવાર પુત્રજન્મની આશા રાખીને બેઠો હતો. શનિવારે રાત્રે આ ઘડી આવી પહોંચી હતી અને કામરેજમાં એચઆરપી બંગ્લોઝથી રાત્રે સાડા આઠેક વાગ્યે સર્ગભા પત્નીને લઈને મગોબ હેલ્થ સેન્ટર જવા નીકળ્યા હતા. આ દંપતી બાઈક ઉપર જઈ રહ્યું હતું ત્યારે જ પત્ની ચેતનાબેનને ડિલિવરી પેઈન શરૂ થયું હતું. તે બાઈક ઉપર બેસી શકે તેમ નહીં હોઈ વિજયભાઈએ બાઈક નાના વરાછા ચીકુવાડી પાસે રોડની સાઈડ ઉપર ઉભી કરી દેવાની ફરજ પડી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બાળકનો જન્મ થવાની તૈયારીમાં હોઈ ચેતનાબેનની હાલત કફોડી બની હતી. તે દર્દથી ચિત્કાર કરી રહી હતી અને પતિ લાચાર બનીને કોઈ મોટું વ્હીકલ આવવાની રાહ જોઈ રહ્યો હતો. લોકડાઉનને કારણે વાહનો રોડ ઉપર આવતા જતા નહીં હોઈ વિજયભાઈને પત્ની અને આવનાર બાળકના ભવિષ્યને લઈને ચિંતા થવા લાગી હતી, પરંતુ કહેવત છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો ક્યાંય મોટો છે. એ.કે.રોડ ઉપર સામાજિક કાર્યકર તરીકે સેવા આપતા હરીશભાઈ ગુજ્જર શ્યામધામ સોસાયટીમાં કિટ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ ઉપર મહિલાની ચીસો સાંભળી રોકાઈ ગયા હતા. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેણે આ સર્ગભાને પોતાની કારમાં બેસાડી લીધી હતી.

માર માર કરતી કાર મિનિટોમાં આઠેત કિમી અંતર કાપી મગોબ હેલ્થ સેન્ટર ઉપર આવી પહોંચી હતી. રાત્રે 10.10 વાગ્યે સગર્ભા હોસ્પિટલ પહોંચી હતી અને 10.39 વાગ્યે ચેતનાબેને પુત્રને જન્મ આપ્યો હતો. બે પુત્રીઓ બાદ પુત્ર અવતરતાં દંપતીની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ પોતાનો પુત્ર સલામત રીતે આ પૃથ્વી ઉપર આવે તે માટે એનાયાસે મદદગાર બનેલા હરીશભાઈનો ફાળો તેઓ ભૂલ્યા ન હતા. પોતાને પુત્ર જન્મ્યો હોવાની ખુશી તેમણે હરીશભાઈ સાથે શેર કરી આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો