5 વર્ષીય દીકરીનો જીવ બચાવવા માતાએ દીપડા સામે બાથ ભીડી, માતાની બહાદૂરી સામે ખૂંખાર દીપડો પણ ઉભી પૂછડીયે ભાગ્યો

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. એક માતા તેની પાંચ વર્ષની પુત્રીને બચાવવા માટે દિપડા સાથે લડી પડી હતી. આ બહાદુર માતાએ દીપડાના જડબામાં દબાયેલી નિર્દોષ પુત્રીને બચાવવા લાકડી વડે પ્રહાર કર્યો હતો. ખૂંખાર દિપડાએ પણ માતાના પ્રેમની આગળ હાર માની લીધી હતી અને બાળકને છોડીને ભાગી ગયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

માતા અર્ચના મશરામ તેની 5 વર્ષની પુત્રી પ્રજાક્તા સાથે ચંદ્રપુર શહેરને અડીને આવેલા જુનોના ગામ નજીક ગામના એક નાળા નજીક જંગલી શાકભાજી લેવા ગઈ હતી. શાકભાજી ઉતારતી વખતે પુત્રી પ્રજાકતા તેની માતાથી થોડે દૂર ઉભી હતી, ત્યારે પહેલાથી ઘાત લગાવીને બેઠેલા દિપડાએ અચાનક બાળકી પર હુમલો કરી દીધો.

દીપડાએ બાળકીના માથાને જડબામાં ફસાવી લીધુ હતુ. આ જોઈને માતાના હોશ ઉડી ગયા. તેણીએ પોતાને સંભાળી અને દીપડા સાથે બાથ ભીડી હતી. તેણે નજીકમાં પડેલી લાકડી ઉપાડી અને દીપડા પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન દીપડાએ બાળકીને છોડી દીધી, પરંતુ મહિલા પર હુમલો કર્યો હતો.

કોઈક રીતે મહિલાએ દીપડાના હુમલાથી પોતાને બચાવી, પરંતુ દીપડાએ ફરી મહિલાનું ધ્યાન હટાવીને બાળકી પર હુમલો કર્યો અને તેને જડબામાં ફસાવી અને તેને ખેંચીને આગળ લઈ જવા લાગ્યો. આ દૃશ્ય જોઈને, તે મહિલા દીપડાની પાછળ પડી ગઈ અને તેના પર લાકડી વડે સતત હુમલો કરવા લાગી.

મહિલાની આ બહાદુરીની સામે દીપડાએ પણ હાર માની લીધી અને બાળકીને ત્યાં છોડી જંગલ તરફ ભાગી ગયો. દીપડાના હુમલામાં બાળકી ખરાબ રીતે ઘાયલ થઈ હતી. બાળકીને તેના ચહેરા અને માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે.

મહિલાએ તાત્કાલિક પોતાની બેભાન પુત્રીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડી. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્ત બાળકીને નાગપુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ પુત્રીના પિતા સંદીપ મેશરામે જણાવ્યું હતું કે પત્ની અર્ચનાએ ખૂબ હિંમત બતાવીને પુત્રીને બચાવી છે. દીકરીની સારવાર ચાલી રહી છે. ડોક્ટરે કહ્યું છે કે ઈજાગ્રસ્ત પુત્રીની હાલત જોખમમાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો