રાજકોટમાં ખુશી માતમમાં ફેરવાઈ: દીકરાના લગ્નના દાંડિયા-રાસના પ્રસંગમાં માતાનું નિધન થયું

લગ્નની ખૂશીનો માહોલ એકાએક જ માતમમાં ફેરવાયો હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. દીકરાના લગ્નની ખૂશી માતાના મોતના કારણે માતમમાં પરિવર્તિત થઇ ગઈ. લગ્ન પહેલા યોજાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં વરરાજાની માતાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વરરાજાની માતાનું મોત થયું હતું. તો બીજી તરફ સંબંધીઓએ વરરાજાથી આ વાત છૂપાવીને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લતા સાપરિયા પરિવારના સભ્યોની સાથે રહેતા હતા. લતા સાપરિયાના દીકરા દિપકના લગ્ન રાજકોટ મુકામે રાખવામાં આવ્યા હતા. દીકરાના લગ્ન રાજકોટમાં રાખવામાં આવ્યા હોવાના કારણે લતા સાપરિયા તેમના પરિવારના સભ્યોને સાથે છેલ્લા 15 દિવસથી દીપકના લગ્નના તૈયારીઓ કરવા માટે રાજકોટમાં પહોંચ્યા હતા. તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ રવિવારના રોજ રાજકોટના મિલન હોલ ખાતે દિપકના લગ્ન થવાના હતા. પણ લગ્નના આગળના દિવસે રાસ-ગરબાના કાર્યક્રમમાં દિપકની માતા લતા સાપરિયાને શ્વાસ ચઢવા લાગ્યો હતો.

લતા સાપરિયાને શ્વાસ ચઢવા લાગતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાપરિયાનું મોત થયું હતું. હોસ્પિટલમાં માતાનું મોત થયું હોવાની વાત પરિવારના તમામ સભ્યોએ દિપકથી છૂપાવીને રાખી હતી. ત્યારબાદ રવિવારના રોજ પરિવારના અમુક લોકો હોસ્પિટલમાં જ રહ્યા હતા અને અન્ય લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને દીપકના લગ્નનો પ્રસંગ પૂર્ણ કર્યો હતો. એક તરફ પરિવારના સભ્યના મોતનું દુઃખ અને બીજી તરફ દીકરાનો લગ્નપ્રસંગ આમ સુખ અને દુઃખના બે પ્રસંગો એક સાથે થતા સંબંધીઓએ પણ વિલાયેલા મોઢે દિપકના લગ્ન પ્રસંગમ હાજરી આપી હતી. આમ જે માતા દીકરાના લગ્નની હરખભેર તૈયારીઓ કરી રહી હતી તે માતા જ દીકરાના લગ્ન પહેલા દુનિયાને અલવિદા કહી ગયા.

આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને થતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને લતા સાપરિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. લતા સાપરિયાની ઉંમર 50 વર્ષની હતી. લતા સાપરિયાના મોટા ભાગના સંબંધીઓ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં રહેતા હોવાના કારણે તેમને દીકરા દીપકના લગ્નનો પ્રસંગ અમદાવાદના બદલે રાજકોટમાં રાખ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો