પરણિત દીકરી પ્રેમી સાથે પકડાઈ જતાં મા અને નાની બહેને પતાવી દીધી, ઘણી વખત સમજાવવા છતાં કોઈ અસર ન થતાં અંતે હત્યા કરી

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિત દીકરીની તેની મા અને નાની બહેને મળી હત્યા કરી દેતા પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન હતું. બંનેએ તેને ઘણી વખત તેને સમજાવવાની કોશિસ કરી કે, હવે તારા લગન થઈ ગયા છે, આ હવે સારૂ નથી. પરંતુ પરણિત દીકરી પર તેની કોઈ અસર ન પડી તો મા અને નાની બહેને તેની હત્યા કરી દીધી. પરણિતાની હત્યાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને લાસનો કબજો લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હત્યામાં સામેલ મા અને નાની બહેનની પોલીસે ધરપકડ કરી પૂછતાછ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી પ્રતિભાના લગન જિલ્લાના જ બિલરિયાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં થયા હતા. તેને બે બાળક પણ હતા. તેનો પતિ ખાડી દેશમાં નોકરી કરે છે. પ્રતિભા પોતાના પિયરમાં રહેતી હતી.

બતાવવામાં આવી રહ્યું છે કે, પ્રતિભાને પોતાના ગામમાં કોઈ યુવક સાથે પ્રેમ ચાલી રહ્યો હતો. તે હંમેશા પોતાના પ્રેમી સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી અને બાળકોને ઘરે છોડી પ્રેમી સાથે હરતી-ફરતી હતી. પરણિત દીકરીની આ હરકતોનો તેની મા અને નાની બહેને વિરોધ કરતા હતા.

પરણિત દીકરીના પ્રેમ સંબંધને લઈ રોજ ઘરમાં ઝગડા થતા હતા

વિરોધના કારણે પરિવારમાં વારંવાર ઝગડા થતા હતા. ગુરૂવારે રાત્રે પણ આ વાતને લઈ મા અને દીકરી વચ્ચે ઝગડો થયો. આ દરમિયાન મા અને નાની બહેને ધારદાર હથિયાર વડે પ્રતિભાના માથા પર પ્રહાર કરી દીધો. આ હુમલામાં પ્રતિભા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને બાદમાં તેનું મોત થયું.

આ ઘટનાની જાણકારી ગ્રામજનોને થતા ગામમાં હડકંપ મચી ગયો. સૂચના બાદ પોલીસ અધિકારીઓ ગામ પહોંચ્યા અને મૃતક પરણિતાની મા અને નાની બહેનની ધરપકડ કરી હતી.

પોલીસ અધિક્ષક (એસપી) પ્રો. ત્રિવેણી સિંહે જણાવ્યું કે, હત્યાની આરોપી મા-બેટીની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછતાછ દરમિયાન એ વાત સામે આવી કે, પરણિતા અને તેની પ્રેમીને મા અને નાની દીકરીએ આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધા હતા. ત્યારબાદ બંનેએ (મા અને નાની દીકરી) મળી તેની હત્યા કરી દીધી. પોલીસ હાલમાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે, સિંહે કહ્યું કે, પોલીસ હજુ અન્ય એન્ગલ પર પણ તપાસ કરી રહી છે, જે પણ તથ્ય સામે આવશે તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો