મોટા મુંજિયાસરની અમિતા પટેલ લિંગ પરિવર્તન કરાવી આદિત્ય પટેલ બન્યો, યુવાવસ્થામાં હોર્મોન્સના બદલાવને સ્વીકારી લીધો નિર્ણય

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર અમિતા અનેક લોકો માટે ઉદાહરણ રૂપ બની છે.

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના રોજ સવજીભાઇ રફાળીયાના ઘરે પુત્રી રત્ન તરીકે અમિતાનો જન્મ થયેલો. અમિતા બાળપણથી પોતાની યુવાની સુધી અન્ય યુવતી જેમ પોતાનું જીવન ગુજારતી રહી હતી. પોતાના કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન પણ તેને અનેકવાર દીકરીના સ્વરૂપે દીકરો હોવાનું બિરુદ પણ મેળવ્યું હતું. પરંતુ પોતાની યુવાનીમાં પહોંચતા અમિતાને પોતાની આંતરિક શરીર રચનાને લીધે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જણાયા. આ સમય દરમ્યાન અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી.

દિલ્હીમાં કરાવી હતી શસ્ત્રક્રિયા

પોતાના શરીરના આંતરિક રચના તેમજ હોર્મોન્સના બદલાવ બાબતે તેણે સૌ પ્રથમ પોતાના પરિવાર સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને પરિવાર તરફથી સંપૂર્ણ હૂંફ અને સહકાર મળતા અમિતાએ નિર્ભયતાપૂર્વક કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો.આ બાબતે તેણે દિલ્હી ખાતે હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી હતી. આ પછીથી પોતાને પુરુષ તરીકે સ્થાપિત કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ ધારણ કરેલ છે.

આદિત્યએ પુરુષ તરીકેનું આધારકાર્ડ મેળવ્યું

અમિતાએ લિંગ પરિવર્તન કરાવ્યા બાદ યુવક તરીકે સમાજમાં પ્રસ્થાપિત થવા જરૂરી કાંઈ ગતિવિધિઓ પણ કરી છે. પોતાનું નામ બદલવા ઉપરાંત પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવેલ છે. સમાજમાં અનેક લોકો પોતાના આંતરિક અને બાહ્ય અલગ પ્રકારની શરીર રચનાને કારણે મુશ્કેલી અનુભવતા હોય છે. તેવા લોકો માટે આ ઘટના પ્રેરણા સમાન બની રહી છે.

આદિત્ય જણાવ્યું હતું કે યુવાવસ્થામાં પહોંચતા સુધીમાં તેને ક્યારેય આવતી હોવાનો અહેસાસ થયો ન હતો. પોતાના મનની મૂંઝવણ તેણે હિંમતપૂર્વક પરિવારને જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો