વૃક્ષો કાપી નખાતા ઈંડા સાથે માળા થયા જમીનદોસ્ત અનેક પક્ષીઓના થયા મોત, 70થી વધુને બચાવી લેવાયાં
બારડોલી શાસ્ત્રી રોડ આનંદ નગર સોસાયટી નજીક લીમડાનું ઝાડ, ગુલમહોરનું ઝાડ અને આસોપાલવ નું ઝાડ હોય એ ઝાડ પર બગલા અને જળ મરઘી માળો બનાવી ઈંડાં મુક્યા હતા આ ઝાડ કાપવામાં આવતા જ માળા તૂટી ગયા હતા. જેની જાણ જીવદયા પ્રેમીને થતા જ પક્ષીઓના બચ્ચાને બચાવી વનવિભાગને સુપ્રત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
70થી વધુ નાના મોટા પક્ષીઓને બચાવીને વનવિભાગના વાહનમાં મુક્યા
પક્ષીના માળા વાળા ઝાડ સવારે કાપતાં હોવાની જાણ જીવદયા પ્રેમીએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ને જાણ કરી હતી. વનવિભાગમાં જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે આવ્યા હતા અને ઝાડ કાપવાનું અટકાવ્યુ હતું. બારડોલી નગરપાલિકાના આરોગ્ય ખાતામાં જાણ થતા રાજેશભાઈ ભટ્ટ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. ત્યાર બાદ જતીન રાઠોડ અને એમની ટીમ પણ ધટના સ્થળે આવતા 70થી વધુ નાના મોટા પક્ષીઓને બચાવીને વનવિભાગના વાહનમાં મુક્યા હતા.
જીવંત બચ્ચાઓને સુરતની બર્ડ હોસ્પિટલમાં લઈ જવાયા
વધુમાં જાણવા મળેલ કે આનંદ નગરની ખાડીમાં અમુક બચ્ચાને નાંખી આવ્યા હોવાની જાણ થતાં, જતીન રાઠોડ અને વનવિભાગ ની ટીમે ખાડી માં તપાસ કરતાં 10 જેવાં બચ્ચા જીવંત મળી આવ્યા હતા. વનવિભાગની ગાડી જીવંત બચ્ચાઓને સુરતની બર્ડ હોસ્પિટલમાં લઈ જનાર હોવાનું જાણવા મળેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

