આણંદ જિલ્લાના ભાદરણનાં અલ્પાબેનની અનોખી સમાજસેવા: 7 વર્ષમાં 311થી વધુ બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને મુક્તિ અપાવી

સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષ હસ્તક હોય છે, પરંતુ ભાદરણનાં અલ્પાબેન પટેલ છેલ્લાં 7 વર્ષથી અનોખી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જિલ્લામાં રસ્તે રઝડતા ભિખારીઓને શોધીને તેમને સ્નાન કરાવીને જમાડવા સહિતની વ્યવસ્થા કરીને જઠરાગ્નિ ઠારતાં હતાં. એ દરમિયાન કેટલાક ભિખારીઓનાં મૃત્યુ થતાં તો તેમના મૃતદેહ રસ્તે રઝડતા હતા. તેમની અંતિમવિધિ એક સપ્તાહ સુધી થતી ન હતી, આથી અલ્પાબેને 2014માં રસ્તે રઝડતા બિનવારસી મૃતદેહના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. કોઇ મૃતદેહ બિનવારસી પડયો હોવાની જણ થતાં તેઓ પોતાની ટીમ સાથે પહોંચી જઇને મૃતદેહને જે-તે ગામના સ્માશાનમાં લઇ જઇને અગ્નિદાહ આપતાં હતાં.

ભાદરણનાં અલ્પાબેન છેલ્લાં 7 વર્ષથી બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરે છે. તેમણે 311 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવતી અજાણી વ્યક્તિઓના મૃતદેહને પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેન સ્વીકારીને પૂરી વિધિ અને સન્માન સાથે અંતિમસંસ્કાર કરે છે. એટલું જ નહીં, અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે. આ તમામ કાર્યમાં અલ્પાબેન પટેલ સાથે સહયોગમાં દાતાઓ અને અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. પોલીસે કે રેલવે પોલીસને મળેલા બિનવારસી મૃતદેહ પણ તેઓ સ્વીકારીને સન્માન સાથે અંતિમસંસ્કાર કરતાં હતાં, જેથી પોલીસ તંત્રને રાહત થઇ હતી, સાથે સાથે ગામના લોકોની વાંચન શકિત વધે એ માટે પુસ્તકાલય ખોલ્યું છે તેમજ રસ્તે રઝડતાં નિરાધાર મહિલાઓ,વૃદ્ધો સહિત 150 લોકોને આશ્રય આપીને તેઓ સેવા કરે છે. નાની ઉંમરે માનવસેવાને સાચી સેવાના સૂત્રને સાર્થક કરવા માટે અલ્પાબેને રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 2.35 લાખ જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે તેમજ ગામડાંમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આર્થિક પછાત વર્ગનાં 27 બાળકોને ભણાવીને જીવનનો નવો રાહ ચીંધ્યોઃ બિનવારસી મૃતદેહો હોય કે રસ્તા પર રઝળતી નિરાધાર વ્યક્તિઓ, ત્યકતા હોય કે વિધવા મહિલાઓ, તરછોડાયેલા અસ્થિર મગજના લોકોનો એકમાત્ર સહારો તેઓ છે તેમજ આર્થિક પછાત વર્ગના 27થી વધુ બાળકોને પોતે ભણાવે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને દરેક ગામડામાં પીપળવન અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત પીપળવન બનાવવા ઈચ્છતા ગામને સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.

250 નિરાધાર મહિલાને સ્વનિર્ભર બનાવી

તેઓ મહિલાઓને વ્યાવસાયિક તાલીમ આપીને પગભર બનાવવામાં મદદ કરે છે. જે મહિલા નિરક્ષર હોય તો તેને પ્રથમ લખતા વાંચતાં શીખવાડે છે. ત્યાર બાદ તેમની રુચિ પ્રમાણે સિવણકામ, ભરતકામ, બ્યુટિપાર્લર, બેકરી, પેઇન્ટિંગ કે અન્ય વ્યવસાયની તાલીમ આપીને તેમને સ્વનિર્ભર બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો