દુનિયાભરમાંથી ભારતને મળી રહી છે મદદ: જાણો ક્યાં દેશથી શું આવ્યું? અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન અને 113 ઓક્સિજન પ્લાન્ટ આવ્યા

કોરોનાના વધતા કેસ વચ્ચે દુનિયાભરમાંથી ભારતને મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને રેમડેસિવિર ઈન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ અલગ-અલગ દેશમાંથી મળી છે. સરકારે તે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની મદદને સીધી જ જરૂરિયાતમંદ રાજ્યોને મોકલવામાં આવી રહી છે કે જેથી તેઓ તાત્કાલિક તેનો ઉપયોગ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મોદી સરકારે કોરોના વાયરસની બીજી લહેરને જોતા વિદેશથી મદદ નહીં લેવાનો મનમોહન સિંહ સરકારનો 16 વર્ષ જૂનો નિયમ હાલમાં જ બદલ્યો છે. હવે ભારત, ચીન સહિત 40થી વધુ દેશોમાંથી ગિફ્ટ, ડોનેશન કબૂલી રહ્યાં છે. 27 એપ્રિલથી ભારતને દુનિયભરના દેશો અને સંસ્થાનોથી કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ સપ્લાઈ અને ઈક્વિપમેન્ટ્સ મળી રહ્યાં છે.

અત્યાર સુધીમાં આટલી વસ્તુઓ મળી

ભારતને અત્યાર સુધીમાં અલગ-અલગ દેશોમાંથી 3 હજાર ટન વજનની 11 હજાર વસ્તુઓ મળી છે. વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી ડી રવિએ શુક્રવારે જણાવ્યું કે મદદની કોઈ પણ ખેપ એક પણ એરપોર્ટ કે પોર્ટ પર રોકવામાં નથી આવી. મોટાભાગની ખેપ રાજ્યો સુધી પહોંચી ગઈ છે. ઘણો ઓછો સામાન હજુ સર્તામાં છે, જેનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી આરતી આહુજાએ જણાવ્યું કે રાજ્યોમાં હાલ એક્ટિવ કેસ, ત્યાં કોરોનાથી થઈ રહેલા મોત અને ત્યાં હાજર સંસાધનોને જોતા એક લીસ્ટ બનાવવામાં આવી રહી છે, તે આધારે રાજ્યોને મદદ મોકલવામાં આવી રહી છે.

જર્મનીએ મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટ મોકલ્યો

6 મેનાં રોજ દેશમાં ન્યૂઝીલેન્ડથી 12 ઓક્સિજન્ કન્સન્ટ્રેટર આવ્યા. જર્મનીથી એક મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટ મળ્યો છે. નેધરલેન્ડ 450 વેન્ટિલેટર અને 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલ્યા છે. સરકારની અલગ-અલગ એન્જસીઓ કોઈ પણ જાતનું મોડુ થાય વગર કાર્ગો ક્લિયરિંગ આપી રહ્યાં છે. તેના પર સ્વાસ્થ્ય મંત્રાલય નજર રાખી રહ્યું છે.

કુવૈત 1400 મેટ્રિક ટન લિક્વિડજ ઓક્સિજન મોકલશે

એકલા કુવૈતે જ 215 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને 2600 ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા છે. આ મદદ સમુદ્ર માર્ગેથી વી રહી છે. કુવૈતા કુલ 1400 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન પણ ભારત મોકલશે.

તો સ્વિટ્ઝરલેન્ડે કાર્ગો પ્લેનની મદદથી 24 કરોડ રૂપિયાની કિંમતની મદદ મોકલી છે. જેમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર અને રેસ્પિરેટર સામેલ છે.
નેવીના જંગી જહાજ કુવૈત ઉપરાંત બહરીન, કતાર અને સિંગાપુરથી પણ ઓક્સિજન જનરેટર અને સિલિન્ડર લાવી રહ્યાં છે.

એરફોર્સ પણ જર્મની, સિંગાપુર, UAE, UK, ઓમાન, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડથી મેડિકલ સપ્લાઈ અને ઓક્સિજન જનરેટર લાવી રહ્યાં છે.
ઇઝરાયેલના તેલ અવીવથી 3 ક્રાયોજેનિક કન્ટેનર લઈને એક ફ્લાઈટ હિંડન એરપોર્ટ પહોંચ્યુ.

ઇઝરાયેલના તેલ અવીવથી 3 ક્રાયોજેનિક કન્ટેનર લઈને એક ફ્લાઈટ હિંડન એરપોર્ટ પહોંચ્યુ.

40 દેશોએ મદદની રજૂઆત કરી

અત્યાર સુધીમાં ભારતને 40 દેશોએ મદદની રજૂઆત કરી છે. જેમા પાડશીઓથી લઈને દુનિયાની મોટી મહાશક્તિઓ પણ સામેલ છે. ભૂતાન ઓક્સિજન સપ્લાઈ કરી રહ્યું છે, તો અમેરિકા ટૂંક સમયમાં જ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન મોકલવાનું છે. આ તે જ વેક્સિન છે જેને ભારતમા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામથી બનાવી રહ્યું છે.

અમેરિકા, ભૂતાન ઉપરાંત યુકે, ફ્રાંસ, જર્મી, રશિયા, આયરલેન્ડ, બેલ્જિયેમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, સાઉદ આરબ, હોંકોંગ, ન્યૂઝીલેન્ડ, મોરશિયસ, થાઈલેન્ડ, ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, ઈટાલી અને UAEએ મેડિકલ સપ્લાઈ મોકલી દિધી છે કે મોકલી રહ્યાં છે.

પહેલાં ભારતે દુનિયાની મદદ કરી હતી

ભારતે ગત વર્ષે અનેક દેશોને હાઈડ્રોક્સીક્લોરોક્વિન, પેરાસિટામોલ અને ત્યાં સુધી કે રેમ઼ડેસિવિર અને વેક્સિન સપ્લાઈ કરી હતી. ભારતે અત્યાર સુધી 80 દેશોને વેક્સિનના 6.5 કરોડ ડોઝ મોકલ્યા છે. હવે તે જ દેશ ભારતની મદદ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો